જે બસમાં બેસી ખખાણા જવાનું હતું તે જ બસના તોતિંગ વ્હીલ ફરી વળ્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના કુવાડવા પાસે વાંકાનેર ચોકડી નજીક ખખાણા ગામે જવા ઊભેલી ધોરણ 10ની છાત્રાને એસટી બસના ચાલકે ઠોકરે લેતા બસના તોતિંગ વ્હીલ ફરી વળતાં તેણીનું મોત નીપજ્યું હતું અકસ્માત અંગે મૃતકના પિતાએ કુવાડવા રોડ પોલીસમાં એસટી બસના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.
વાંકાનેરના ખખાણા ગામે રહેતી અને કુવાડવા ગામે મિડલ સ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતી અંજુ ધનજીભાઇ ગઢદરા ઉ.16 અને તેની સાથે અભ્યાસ કરતી સહેલી રિંકલ શૈલેશભાઈ ગઢદરા બંને ગઇકાલે સ્કૂલે આવ્યા હતા બપોરે પિતા ધનજીભાઇ ઘરે હતા ત્યારે નાના ભાઈ સંજયભાઇએ ફોન કરી તમારી દીકરીને કુવાડવા વાંકાનેર ચોકડી પાસે અકસ્માત થયો છે અમે તેને હોસ્પિટલે લઈ જઈએ છીએ તેમ કહેતા પિતા કુવાડવા દોડી આવ્યા હતા પરંતુ અંહી ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું બંને બહેનપણી દરરોજ આ જ બસમાં અપડાઉન કરતી હતી ગઇકાલે સ્કૂલેથી છૂટીને ઘરે જવા બસની રાહ જોઈને ઊભી હતી ત્યારે બસ આવી હતી પણ ચાલકે ઊભી નહીં રાખતા બંને બસ પાછળ દોડી હતી ત્યારે બસની ઠોકરે લાગી જતાં બંને પટકાઈ હતી જેમાં અંજુ કંડકટર સાઈડના ટાયરના જોટામાં આવી જતાં આંતરડા બહાર નીકળી ગયા હતા અને ગંભીર ઇજા થવાથી ટુંકી સારવાર દરમિયાન મોત થયું હતું જ્યારે સહપાઠીને દાખલ કરાઇ હતી મૃતક અંજુ બે બહેન એક ભાઈમાં વચેટ હતી અકસ્માત સર્જનાર જી જે 18 ઝેડ 6496 નંબરની એસટી બસના ચાલક સામે ધનજીભાઇએ ફરિયાદ નોંધાવતા કુવાડવા પીઆઇ રજીયા સહિતે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે દીકરીના મૃત્યુથી પરિવારમાં શોક વ્યાપી ગયો છે.



