શ્રીનિવાસ રામાનુજન ચાલો, આ મહાન ગણિતજ્ઞના જીવનને મનોવિજ્ઞાનના ચશ્માંથી જોઈએ
ગણિતએ માત્ર આંકડાઓની રમત નથી, પણ બ્રહ્માંડની ભાષા છે. અને આ ભાષાને જેણે કોઈ પણ પ્રકારના ઔપચારિક શિક્ષણ વગર આત્મસાત કરી, તે હતા શ્રીનિવાસ રામાનુજન.
- Advertisement -
1. કુતૂહલ: એક પ્રતિભાનું બીજ
રામાનુજનના મનમાં નાનપણથી જ ’શા માટે?’ પૂછવાની અદમ્ય ભૂખ હતી. જ્યારે શિક્ષકે કહ્યું કે “કોઈપણ સંખ્યાને તે જ સંખ્યા વડે ભાગતા જવાબ 1 આવે,” ત્યારે રામાનુજનનો પ્રશ્ર્ન હતો: “જો શૂન્ય ફળ હોય અને શૂન્ય વિદ્યાર્થી હોય, તો પણ શું દરેકને એક ફળ મળશે?”
મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિ: આ પ્રશ્ર્ન દર્શાવે છે કે તેમનું મન સ્થાપિત નિયમોને આંધળું અનુસરવાને બદલે તેના મૂળ સુધી જવાની ક્ષમતા (criticle thinking) ધરાવતું હતું.
- Advertisement -
2. ‘હાયપર-ફોકસ’ અને નિષ્ફળતાનો વિરોધાભાસ
રામાનુજન ગણિતમાં એટલા ઊંડા ઉતરી જતા કે તેઓ અન્ય વિષયો (ઈતિહાસ, અંગ્રેજી) ભૂલી જતા. પરિણામે તેઓ કોલેજમાં નાપાસ થયા.
મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિ: જેને દુનિયા ’નિષ્ફળતા’ કહેતી હતી, તે હકીકતમાં તેમનું ’ઇુાંયિ-રજ્ઞભીત’ હતું. જ્યારે મન કોઈ એક ક્ષેત્રમાં અત્યંત ઊંડાણપૂર્વક જોડાય છે, ત્યારે તે બાકીની દુનિયાથી અલિપ્ત થઈ જાય છે. તેમની આ એકાગ્રતા જ તેમની શોધનું કારણ બની.
3. આંતરસ્ફૂરણા (Intuition) અને શ્રદ્ધા
રામાનુજન કહેતા કે તેમના ગણિતના સૂત્રો તેમને દેવી નામગિરી સ્વપ્નમાં આપે છે. તેમણે કોઈ સાબિતી વગર હજારો જટિલ સૂત્રો લખ્યા, જે આજે પણ આધુનિક વિજ્ઞાનને આશ્ચર્યચકિત કરે છે.
મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિ: જેને તેઓ ’દૈવી શક્તિ’ કહેતા, તે મનોવિજ્ઞાનની ભાષામાં તેમનું ’subconscious mind’ (અર્ધજાગૃત મન) હતું. વર્ષોના ચિંતનને કારણે તેમનું મન જટિલ પેટર્ન્સને એટલી ઝડપથી ઉકેલી શકતું કે જવાબ તેમને ‘સ્ફૂરણા’ સ્વરૂપે મળતા.
4. હકારાત્મક દૃષ્ટિકોણ: 1729નો કિસ્સો
જ્યારે પ્રોફેસર હાર્ડીએ ટેક્સી નંબર 1729 ને ’નીરસ’ કહ્યો, ત્યારે બીમાર અવસ્થામાં પણ રામાનુજન બોલી ઉઠ્યા, “ના, આ તો રસપ્રદ સંખ્યા છે!”
મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિ: આ કિસ્સો તેમની ’cognitive flexibility’ (માનસિક લવચીકતા) દર્શાવે છે. તેઓ સાધારણ વસ્તુમાં પણ અસાધારણ સુંદરતા જોવાની ક્ષમતા રાખતા હતા. બીમારી અને ગરીબી જેવી પીડાઓ વચ્ચે પણ તેમનું મન ગણિતના આનંદમાં જીવતું હતું.
ઉપસંહાર: વારસો રામાનુજનનું જીવન શીખવે છે કે પ્રતિભાને ડિગ્રીની જરૂર નથી, પણ તેને આત્મવિશ્વાસ અને સમર્પણની જરૂર છે. 22 ડિસેમ્બર, તેમનો જન્મદિવસ, આપણને યાદ અપાવે છે કે જો આપણે આપણા પેશન (ઉમંગ) ને વળગી રહીએ, તો શૂન્યમાંથી પણ અનંતનું સર્જન કરી શકાય છે.



