ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
લીંબાણી પરિવારના ઇષ્ટદેવ શ્રી દાડમા દાદાની જગ્યા નવી હળીયાદ તા. બગસરા ખાતે આગામી તા. 24 થી 30 એપ્રિલ સુધી શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરાયુ છે. જેના વ્યાસાસને શાસ્ત્રીશ્રી જોગીદાદા પી. વ્યાસ બીરાજી દરરોજ સવારે 9 થી 12 અને બપોરે 3થી 6 કથામૃતનું રસપાન કરાવશે. કથા દરમિયાન આવતા વિવિધ પ્રસંગોની ભાવભેર ઉજવણી કરાશે. જેમાં તા. 27 ના શનિવારે બપોરે 12 વાગ્યે શ્રીરામ જન્મ અને સાંજે 5.30 વાગ્યે શ્રી કૃષ્ણ જન્મ ઉત્સવ ઉજવાશે. તા. 29 ના સાંજે 5 કલાકે રૂક્ષ્મણી વિવાહનો પ્રસંગ મનાવાશે. દરરોજ સવારે 7.30 કલાકે દેવ પૂજા થશે. કથા પૂર્ણાહુતિના દિવસે તા. 30 ના મંગળવારે દશાંશ હવન રાખેલ છે.
- Advertisement -
કથા દરમિયાન રાત્રે પણ વિવિધ કાર્યક્રમો આયોજીત કરાયા છે. જેમાં તા. 25 ના ગુરૂવારે રાત્રે 9.30 વાગ્યે રાસ ગરબાની રમઝટ, તા. 27ના શનિવારે રાત્રે 10 વાગ્યે સુરશ્યામ કાનગોપી ગ્રુપ જગાભાઈ આહીરનો કાનગોપી કાર્યક્રમ, તા. 29 ના સોમવારે રાત્રે 10 વાગ્યે આઈશ્રી ખોડીયાર નાટક મેંડળ દ્વારા ‘બાબરો ભૂત’ નાટક રજુ થશે. ધર્મપ્રેમીજનોએ કથા શ્રવણનો લાભ લેવા વિઠ્ઠલભાઈ લીંબાણી (મો.95378 78484), વિનુભાઇ લીંબાણી (મો.99794 39972) દ્વારા જાહેર નિમંત્રણ પાઠવાયુ છે.