ખાદ્યચીજોનું વેચાણ કરતાં 58 ધંધાર્થીને ત્યાં ફૂડ વિભાગની ચકાસણી
‘ગોવાલીયા ફૂડ પ્રોડકટ’ના પિઝામાં વેજીટેબલ ફેટની હાજરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શ્રી સત્ય વિજય પટેલ સોડા ફેકટરી, સર લાખાજીરાજ રોડ, પ્રહલાદ સિનેમાની બાજુમાંથી લેવામાં આવેલ ખાદ્યચીજ વેનીલા આઈસક્રીમ (લુઝ)નો નમૂનો તપાસ બાદ પૃથ્થકરણ રિપોર્ટમાં મિલ્ક ફેટનું પ્રમાણ ધારાધોરણ કરતાં ઓછું હોવાથી નમૂનો સબસ્ટાન્ડર્ડ (ફેઈલ) જાહેર થયો છે તેમજ ગોવાલીયા ફૂડ પ્રોડક્ટસ, હસનવાડી શેરી નં.2, ગાયત્રીનગર મેઈન રોડથી લેવામાં આવેલા ખાદ્યચીજ ક્રીમીલાઈટ પિઝા ચીઝ (1 કિલો પેક્)નો નમૂનો તપાસ પૃથ્થકરણ રિપોર્ટમાં ફોરેન ફેટ (વેજીટેબલ ફેટ)ની હાજરી મળી આવતાં નમૂનો સબસ્ટાન્ડર્ડ (ફેઈલ) જાહેર થયો છે.
ફૂડ વિભાગની ટીમ તથા એફએસડબલ્યુ વાન સાથે સર્વેલન્સ ચેકીંગ દરમિયાન રૈયા રોડ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 58 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં 10 ધંધાર્થીઓને લાઈસન્સ બાબતે સૂચના આપી અવેરનેસ ડ્રાઈવ કરવામાં આવી હતી તેમજ ખાદ્યચીજોના કુલ 52 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી. જેમાં ગંગોત્રી ડેરી ફાર્મ, રવિ પાર્સલ પોઈન્ટ, શ્રીનાથજી દાલબાટી, રોયલ ભૂંગળા બટેટા, શ્રીજી ફૂડ ઝોન, સુપર ચાઈનીઝ પંજાબી, બિપીન પાન, ગજાનન સિઝન સ્ટોર, હરભોલે ટ્રેડીંગ અને રોશની કોલ્ડ્રિંક્સ સહિતનાને લાઈસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી. તથા બાલાજી ફાસ્ટ ફૂડ, બાલાજી દાળ પકવાન, બંસી પુરીશાક, ઓમ ચાઈનીઝ પંજાબી, શ્રીરામ વડાપાઉં, અતુલ બેકરી, હીર એન્ટરપ્રાઈઝ, હરિકૃષ્ણ દાળપકવાન, જય ગોપાલ ઘૂઘરા, શિવ મદ્રાસ કાફે, સોમનાથ વડાપાઉં, રવિરાંદલ દાળપકવાન, રેવદી મદ્રાસ કાફે, શિવાય ગાંઠીયા, પટેલ રેસ્ટોરન્ટ, આમ્રપાલી પાન, બાલાજી સેન્ડવીચ, કેક એન્ડ જોય, આભા આયુર્વેદિક સ્ટોર, ડિઝાયર ફૂડ, કાદરભાઈ વૈદ, રાધિકા આઈસક્રીમ, ચામુંડા સિઝન સ્ટોર્સ, રઘુવીર ખમણ, અમૃત આયુર્વેદિક, જલિયાણ રેસ્ટોરન્ટ, ભગવતી સ્વીટ એન્ડ નમકીન, પ્રણામી ફરસાણ માર્ટ, શ્રી મુરલીધર ફરસાણ, પારસ ફરસાણ, શ્યામ સીંગ એન્ડ નમકીન, હરભોલે ડેરી ફાર્મ, કુમાર ખમણ, ન્યુ સમ્રાટ ખીરુ, ભગવતી પ્રોવિઝન સ્ટોર, શ્રી અરિંહત પ્રોવિઝન સ્ટોર, મનમંદિર કોલ્ડ્રિંક્સ, રામજીભાઈ અનાનસવાળા, સદ્ગુરુ સ્વીટ એન્ડ નમકીન, જલારામ ફરસાણ માર્ટ, કૌશર બેકરી, સ્વસ્તિક ચીકી, ઠક્કર સ્વીટ એન્ડ નમકીન, બાલાજી ફરસાણ માર્ટ, કસ્તુરી ફૂડસ, જામનગરી ઘૂઘરા, હરસિદ્ધિ ફૂડ, જય હિંગળાજ રેસ્ટોરન્ટની ચકાસણી કરવામાં આવી હતી.