બાંગ્લાદેશે શ્રીલંકાને તેની જ જમીન પર નોકઆઉટ કરીને મેદાન પર નાગિનડાન્સ કરીને શ્રીલંકાના પ્લેયર્સને ચીડવ્યા હતા. હવે એશિયા કપ 2022માં 4 વર્ષ પછી શ્રીલંકાએ બદલો લીધો છે.
એમ જ નથી કહેવાતું કે સમય બળવાન છે. બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચેની દુશ્મની કહો કે હરીફાઈ તેને જ ઉદાહરણ તરીકે જોઈ લો. વર્ષ 2018માં નિદાહાસ ટ્રોફીમાં બાંગ્લાદેશે શ્રીલંકાને તેની જ જમીન પર નોકઆઉટ કરીને મેદાન પર નાગિનડાન્સ કરીને શ્રીલંકાના પ્લેયર્સને ચીડવ્યા હતા. હવે એશિયા કપ 2022માં 4 વર્ષ પછી શ્રીલંકાએ બદલો લીધો છે. જ્યારે બાંગ્લાદેશ નોકઆઉટ થઈ ગયું ત્યારે એમને બાંગ્લાદેશના પ્લેયર્સને ચીડવ્યા હતા.
- Advertisement -
#Revenge#AsiaCup2022 #SLvsBng #NaginDance pic.twitter.com/IODhxogABs
— Devan Raichura (@DevanRaichura) September 1, 2022
- Advertisement -
શ્રીલંકાની ટીમ જીતતાની સાથે જ ડગઆઉટમાં જ નાગિન ડાન્સ કરીને નાચવા લાગી હતી. આ ક્ષણનો વીડિયો અને તસવીરો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. આને જ ગણી ગણીને બદલો લેવાનું કહેવાય. એશિયા કપની એક રોમાંચક મેચમાં શ્રીલંકાએ બાંગ્લાદેશને બે વિકેટે હરાવી સુપર-4માં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે.
https://twitter.com/KumarR85608051/status/1565404044230660096?r
બાંગ્લાદેશે શ્રીલંકા સામે 184 રનનો ટાર્ગેટ રાખ્યો હતો. ઓપનર કુસલ મેન્ડિસે 37 બોલમાં 60 રન બનાવ્યા અને છેલ્લે કપ્તાન દાસુન શનાકાના મહત્વના 45 રનની ઇનિંગ સાથે 4 બોલ બાકી રહેતા આ ટાર્ગેટ પૂરો કરીને જીત મેળવી હતી.
લગભગ ચાર વર્ષ પછી બાંગ્લાદેશ માટે મેહદી હસન મિરાજ ટી-20 ઈન્ટરનેશનલ રમી રહ્યો છે. શરૂઆતમાં જોરદાર ઈનિંગ રમ્યા બાદ આફિફ હુસૈન અને મહમુદુલ્લાહ બાંગ્લાદેશે પાંચમી વિકેટ માટે 37 બોલમાં 57 રનની ભાગીદારીના આધારે આ ફોર્મેટમાં UAEમાં તેમનો સૌથી વધુ સ્કોર બનાવ્યો હતો. અફઘાનિસ્તાન આ ગ્રુપમાંથી સુપર-4માં સ્થાન મેળવનારી બીજી ટીમ છે.
And the #NaginDance tredition continues…#SLvsBAN #BANvsSL #SLvBAN #BANvSL #Bangladesh #SriLanka#Asiacup2022#AsiaCupT20 pic.twitter.com/MYOgPLb3nl
— Ashish (@OfficialAsheesh) September 1, 2022