કોટક સ્કૂલમાં ધોરણ 7માં ભણતા બેલીમે ભૂલથી સ્પોર્ટ્સના બદલે રેગ્યુલર યુનિફોર્મ પહરેતા શિક્ષિકાએ ક્લાસ બહાર કાઢી મૂકી, વાલી વિશે અપશબ્દો કહેતા જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ
શહેરના મોટી ટાંકી ચોક પાસે આવેલી આર. એચ. કોટક સ્કૂલના શિક્ષિકાની ગેરવતૂર્ણક
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુરૂપૂર્ણિમાનો દિવસ એટલે ગુરૂનો દિવસ ત્યારે ગુરૂ જ શિષ્યને શિક્ષા કરે તે કેટલા અંશે વ્યાજબી ગણાય? શહેરની મોટી ટાંકી ચોક પાસે આવેલી આર. એચ. કોટક પ્રાયમરી સ્કૂલમાં ધોરણ 7માં અભ્યાસ કરતો બેલીમ અનામત કે જેને નજીવી બાબતે ક્લાસ બહાર બેસવાની શિક્ષા ગુરૂપૂર્ણિમા નિમિત્તે યોજાયેલા કાર્યક્રમ અંતર્ગત આપવામાં આવી હતી.
કોટક સ્કૂલમાં ગુરૂપૂર્ણિમા દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યારે ધોરણ 7માં ભણતો બેલીમ અનામત સ્પોર્ટ યુનિફોર્મના બદલે રેગ્યુલર યુનિફોર્મ ભૂલથી પહેરીને જતાં ક્લાસ ટીચર ખુશ્બુ મેડમે ક્લાસ બહાર બેસાડવાની શિક્ષા આપી હતી. જો કે આ અંગે બેલીમના વાલી ફરવીનને ફોન કરી સ્કૂલ ડ્રેસ આપી જવા જણાવ્યું હતું પરંતુ ફરવીનબેનના પરિવારમાં અન્ય કોઈ ન હોય અને ફરવીનબહેન કામ અર્થે ગયેલા હોય સ્કૂલે આવીને સ્કૂલ ડ્રેસ આપી જાય તેવી પરિસ્થિતિમાં ન હોય તેમ બેલીમના વાલીએ જણાવ્યું હતું. બેલીમના વાલી મજૂરીકામ કરી ગુજરાન ચલાવે છે ત્યારે તેની મજબૂરી જોવી તો એકબાજુ રહી પરંતુ વિદ્યાર્થી બેલીમને ક્લાસ બહાર ઉભા રહેવાની સજા આપે છે ત્યારે આ અન્યાય થતા બેલીમના વાલી ફરવીન પરવેઝએ જિલ્લા શિક્ષણ અધિકારીને યોગ્ય કરવા રજૂઆત કરી હતી.
- Advertisement -
રજૂઆતમાં જણાવ્યું હતું કે બેલીમ અમાનત પી.જે આર.ટી.ઈ. અંતર્ગત આર. એચ. કોટક પ્રાયમરી સ્કૂલ (મોટી ટાંકી ચોક) ધો. 7માં (ગુ.મા.) અભ્યાસ કરે છે. બાળકને આજે સ્કૂલમાં ગુરૂપૂર્ણિમા નિમિત્તે કાર્યક્રમ હતો જેની નોંધ શાળા પરથી મળેલી હતી અને અમારા બાળકે સ્પોર્ટ યુનિફોર્મના બદલે રેગ્યુલર યુનિફોર્મ પહેરેલો હતો તો શાળા પરથી વર્ષામેડમ, પાયલમેડમ અને ખુશ્બુમેડમે બાળકને શાળા પરથી કાઢી મૂકેલો હતો અને વાલી સાથે અપશબ્દ બોલી ગેરવર્તન કરેલું હતું. આ મેડમો દ્વારા અવારનવાર આવી રીતે ગેરવર્તન કરવામાં આવે છે ત્યારે આ અંગે ઘટતું કરવા માંગ કરવામાં આવી છે.