ગુજરાતને સ્પોર્ટ્સ ડેસ્ટિનેશન તરીકે રજૂ કરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સમજ આપી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.1
સ્વિટ્ઝર્લેન્ડના લોઝેન ખાતે ગુજરાતના રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને સ્પોર્ટસ એકોર્ડના ચેરમેન સાથે ખાસ ચર્ચા કરી હતી. ગુજરાતને વૈશ્વિક સ્પોર્ટ્સ ડેસ્ટિનેશન તરીકે રજૂ કરી આયોજન ક્ષમતા, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સમજ આપી હતી. આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ પ્રેઝન્ટેશન અને ભાગીદારી અંગે પોતાની વાત રજૂ કરી હતી. આંતરરાષ્ટ્રીય સ્તરે માન્ય 206 નેશનલ ઓલિમ્પિક કમિટી અને જોડાયેલી ટીમ સાથે ગુજરાતમાં સુવિધાઓ અંગે માહિતી આપવામાં આવી હતી. વોલીબોલ ફેડરેશન (ઋઈંટઇ)ના પ્રમુખ સાથે વોલીબોલના વિસ્તરણ અને ટૂર્નામેન્ટ આયોજનો અંગે ભારતની તૈયારી શું છે તે માહિતી આપી હતી. વધુમાં લોઝેન ખાતે વૈશ્વિક રમતગમત સંસ્થામાં કામ કરતા ભારતીય યુવાનો સાથે ડિનર કર્યુ હતુ અને ભારત અને ગુજરાતના રમતગમત ક્ષેત્રે નવી તકો વિશે વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. ત્યારે આ તમામ મહત્વપૂર્ણ બેઠક ગુજરાત માટે માત્ર એક વિઝન નથી પણ વિશ્વ મંચે ભારતને રમતગમતના કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાની દિશામાં મજબૂત પગલાં છે.