વાર્ષિક એથ્લેટિક મીટની શરૂઆત બેન્ડ-પરેડ સાથે થશે
ભૂતપૂર્વ ક્રિકેટર કરસન ઘાવરી મુખ્ય અતિથિ: માર્શલ આર્ટ, લેમન-સ્પુન રેસ, દોડ સહિતની સ્પર્ધા યોજાશે
- Advertisement -
બોર્ડ ઓફ ટ્રસ્ટીના પ્રમુખ ઠાકોર સાહેબ માંધાતાસિંહજી વાર્ષિક સંમેલનને સંબોધશે
ખાસ-ખબર સંવાદદાતા
ભારતની ટોચની શૈક્ષણિક સંસ્થાઓ પૈકીની એક એવી રાજકોટ શહેરમાં આવેલ ઐતિહાસિક શૈક્ષણિક સંકુલ ધ રાજકુમાર કોલેજ રાજકોટ ખાતે વાર્ષિક રમતોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.
વાર્ષિક એથ્લેટિક મીટ એ રાજકુમાર કોલેજ, રાજકોટમાં એક મહત્ત્વપૂર્ણ કાર્યક્રમ છે. આ કાર્યક્રમમાં માત્ર વર્તમાન વિદ્યાર્થીઓ જ પોતાનું કૌશલ્ય દર્શાવતી નથી પણ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતા પણ આ કાર્યક્રમમાં ભાગ લે છે તેથી તે શાળા પ્રત્યેનું પોતાનું લાગણીના બંધનને મજબૂત બનાવે છે. આ વર્ષે પ્રથમ વખત ડે સ્કોલર્સ (બોયઝ એન્ડ ગર્લ્સ) જેમાં આર.ટી.ઈ. વિદ્યાર્થીઓ પણ સામેલ છે તે કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે. વિદ્યાર્થીઓ વચ્ચેની સ્પર્ધા ઘણી મહત્ત્વની છે અને તેને પ્રોત્સાહિત કરવા માટે આ પહેલ કરવામાં આવી રહી છે અને અમોને જણાવતા આનંદ થાય છે કે વિદ્યાર્થીઓનો ઉત્સાહ પણ નોંધપાત્ર છે. ડે બોર્ડર અને ડે સ્કોલર વિદ્યાર્થીઓ માત્ર એકબીજાની વચ્ચે સ્પર્ધા કરતા નથી પરંતુ કાર્યક્રમનું સંચાલન પણ તેઓ સંપૂર્ણ નિષ્ઠા સાથે કરી રહ્યા છે.
શ્રી કરસન ઘાવરી, એક પ્રતિષ્ઠિત ભૂતપૂર્વ ક્રિકેટર આ કાર્યક્રમ માટે મુખ્ય અતિથિ તરીકે આવવાના છે જેના માટે અમો તેના આભારી રહીશું.
ધ લેપ ઓફ ઓનર, અભિષેક સિંઘ (વિક્ટર લુડોરમ 2007-2008) દ્વારા ચલાવવામાં આવશે. જે પૂણે ખાતે માઈક્રોસોફ્ટ લીંકડઈનમાં સેલ્સ મેનેજર તરીકે કામ કરે છે તેણે 1998થી 2009 સુધી આરકેસીમાં અભ્યાસ કરેલ છે. કાર્યક્રમના દિવસે એટલે કે 12મી જાન્યુઆરી, 2023નાં રોજ ટ્રેક ઈવેન્ટસ અને શો-સ્ટોપર્સ વિદ્યાર્થીઓ દ્વારા માર્શલ આર્ટ ડિસ્પ્લે, પેરેન્ટસ (લેડીઝ) દ્વારા લેમન અને સ્પૂન રેસ, 50 મીટર દોડ પેરેન્ટસ (જેન્ટસ) માટે અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ વચ્ચે ટગ ઓફ વોરનો સમાવેશ કરવામાં આવેલ છે. બોર્ડ ઓફ ટ્રસ્ટીઓના પ્રમુખ એચ. એચ. ઠાકોરસાહેબ માંધાતાસિંહજી ઓફ રાજકોટ આ વાર્ષિક સંમેલનને સંબોધશે.
વાર્ષિક એથ્લેટિક મીટ 2022-23ની શરૂઆત સાંજે 4-00 વાગ્યે લાઈવ પાઈપ બેન્ડ અને પરેડ સાથે થશે અને ત્યારબાદ એથ્લેટિક ઈવેન્ટસ અને વિજેતા હાઉસ અને વિકટર લુડોરમ (વિદ્યાર્થી અને વિદ્યાર્થિની)ઓને ઈનામ આપવામાં આવશે.
રમતગમત વિભાગ દ્વારા તમામ ઈવેન્ટસ સ્પર્ધાઓની તૈયારી છેલ્લા એક મહિનાથી કાર્યકારી આચાર્ય ચાકો થોમસ, રમતગમતના નિર્દેશક મહેન્દ્ર સિંઘ ચૌહાણ અને ભાનુપ્રતાપસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ ચાલી
રહી છે.