સ્પાઈસજેટની ફ્લાઈટે આજે સવારે 6:54 વાગ્યે દિલ્હીથી નાસિક માટે ટેકઓફ કર્યું પરંતુ મધ્ય એરમાં ઓટો પાયલોટ સિસ્ટમમાં ખામી સર્જાતા ફ્લાઈટને દિલ્હી પરત ફરવું પડ્યું.
ગુરુવારે દિલ્હીમાં એક મોટી દુર્ઘટના ટળી હતી. સ્પાઈસ જેટની એક ફ્લાઈટને મધ્ય હવામાં ઓટો પાયલોટ સિસ્ટમમાં ખામીના કારણે દિલ્હી પરત ફરવું પડ્યું હતું. પ્રાથમિક વિગતો મુજબ આ ફ્લાઈટે દિલ્હીથી નાસિક માટે ઉડાન ભરી હતી. સ્પાઈસજેટ B737 ફ્લાઈટ SG 8363 એ આજે સવારે 6:54 વાગ્યે દિલ્હીથી નાસિક માટે ટેકઓફ કર્યું હતું. પરંતુ મધ્ય એરમાં ઓટો પાયલોટ સિસ્ટમમાં ખામી સર્જાતા ફ્લાઈટને દિલ્હી પરત ફરવું પડ્યું હતું.
- Advertisement -
ગુરુવારે સવારે દિલ્હીથી નાશિક જતી સ્પાઈસ જેટની ફ્લાઈટને ઓટો પાયલટની ખામીને કારણે અડધે રસ્તે પરત ફરવું પડ્યું હતું. આ માહિતી ઉડ્ડયન નિયમનકાર DGCA દ્વારા આપવામાં આવી છે. DGCA દ્વારા કહેવામાં આવ્યું છે કે, સ્પાઈસ જેટના બોઈંગ 737 એરક્રાફ્ટનું સુરક્ષિત લેન્ડિંગ થયું છે.
“SpiceJet B737 aircraft VT-SLP, operating flight SG-8363 (Delhi-Nashik) on Thursday was involved in an air turnback due to an autopilot snag,” the official said. https://t.co/nrmtIkPd6C
— ANI (@ANI) September 1, 2022
- Advertisement -
શું કહ્યું અધિકારીએ ?
ડીજીસીએના એક અધિકારીએ જણાવ્યું હતું કે, સ્પાઈસજેટ બી737 એરક્રાફ્ટ વીટી-એસએલપી જે દિલ્હીથી નાસિક માટે ઉડાન ભરી હતી. ફ્લાઈટ SG-8363 ઓટો પાયલટની ખામીને કારણે પરત ફરવું પડ્યું હતું.
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ એરલાઇનને કારણ બતાવો નોટિસ જારી કરી હતી કારણ કે, છેલ્લા કેટલાક મહિનામાં ઇંધણના ઊંચા ભાવ અને રૂપિયાના અવમૂલ્યન વચ્ચે નાણાકીય ગરબડ વચ્ચે સ્પાઇસજેટના ઘણા વિમાનોમાં ખામીના અહેવાલો આવ્યા હ