ગિરનાર ઉપર નવરાત્રિ પર્વ નિમિતે ર્માં અંબાને વિશેષ પૂજન અર્ચન
જૂનાગઢના માઇ ભક્તો દ્વારા માતાજીના અનુષ્ઠાન સાથે પૂજા
- Advertisement -
શારદીય નવરાત્રી પર્વ પર અનેકવિધ ધાર્મિક કાર્યક્રમ
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ગીરીનગર નગરી ધાર્મિકતા સાથે અનરો લગાવ જોવા મળેછે જેમાં આવતીકાલથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થવા જય રહ્યો છે ત્યારે માઇ ભક્તો દ્વારા ગિરનાર પર્વત પર આવેલ વિવિધ ધર્મસ્થાનોમાં માતાજીની આરાધના સાથે અનુષ્ઠાન કરવામાં આવેછે માં અંબાના મંદિરે નવરાત્રીના પાવન પર્વ નિમિતે માતાજીને વિશેષ શૃંગાર સાથે પૂજન અર્ચન કરવામાં આવે છે.
જુનાગઢ ગીરનાર પર્વત પર બિરાજમાન જગતજનની માં અંબાજીની શક્તિપીઠ આવેલી છે જે ઉદયન પીઠ તરીકે ઓળખાય છે પુરા ભારતમાં કુલ 52 શક્તિપીઠો છે જેમાંની આ એક માતાજીની શક્તિપીઠ છે નવરાત્રીના પવન દિવસોમાં અનુષ્ઠાનનો પ્રારંભ થઈ રહ્યો છે મંદિરના મહંત શ્રી તનસુખગીરી બાપુની નિશ્રામાં નવરાત્રીના પ્રથમ નોરતાથી માતાજીના નિજ મંદિરમાં સવારે 8:15 કલાકે ધટસ્થાપન વિધિ સાથે અનુષ્ઠાનનો પ્રારંભ થશે એમાં રોજ સવાર સાંજ માતાજીના શ્રી સુતના પાઠ અભિષેક અને બંને ટાઈમ મહા આરતી કરવામાં આવશે નવરાત્રી દરમિયાન માતાજીને રોજબરોજ વિશિષ્ઠ શૃંગાર અને વિશેષ પૂજા કરવામાં આવશે જેમાં મંદિરના પૂજારીઓ દ્વારા મંદિરને સુશોભન સાથે સુંદર રીતે સજાવટ કરવામાં આવેલ છે અને આઠમા નોરતે હવન અષ્ટમીનો યજ્ઞ યોજાશે જેમાં માતાજીની સન્મુખ એક હવનનું પણ આયોજન કરાયું છે જેમાં હજારો માઇ ભક્તો માતાજીના દર્શન અને હવનના દર્શન કરવા ગિરનારની ટોચ ઉપર આવેલ અંબાજી મંદિરે પધારે છે. જૂનાગઢના માઇભક્ત યોગીભાઇ પઢીયારે જણાવ્યુ હતુ કે, ભારતીય સંસ્કૃતિમાં શિવ અને શક્તિનું મહત્વ અનેરૂ છે. શક્તિની આધારધના- ઉપાસના કરવાના શ્રેષ્ઠ દિવસો એટલે શારદીય (આસો મહિનાની) નવરાત્રી અનુષ્ઠાન કરવાની અનેક પઘ્ધતીઓ વૈદકિ પરંપરામાં બતાવવામાં આવી છે તેમાં પણ પહાડ ઉપર અને દેવી દેવતાની સન્મુખ કરવા આવતા જપ-તપનું અનેરૂ મહત્વ છે અને તે અનેક ગણુ ફળ આપનાર છે.
- Advertisement -
આ દિવસોમાં માં ની આરાધના કરાવનું શ્રેષ્ઠ અને ઉત્તમોતમ ફળ મળે છે. હિમાલયથી પણ જે પુરાણો છે એવા ગિરનાર પર્વત પર એકવાન શક્તિપીઠો પૈકીની એક એવી માં અંબાજીની પીઠ કે જેને ઉદયન પીઠ તરીકે ઓળખવામાં આવે છે. તેમજ મહાકાલી માતાજીની ગુરૂદત ભગવાન ગુરૂ ગોરખનાથ, ગૌમુખી, ગંગામાં આવેલા મા અન્નપૂર્ણા, કમંડલ કુંડ, બાવનવીર, ચોસઠ જોગણીયાઓ અને જૈન દેરાસર, ભરતવન, હનુમાનધારા, સાચા કાકાની જગ્યા, હસાવન જૈન દેરાસર, સિતાવન, પથ્થર ચટ્ટી, સેવા દાસની જગ્યા, માળી પરબ, આનંદ ગુફા, મહાકાલી ગુફા તેમજ 33 કોટી દેવી – દેવતાઓનો જયા નિવાસ છે અને એક તરફ દાતારબાપુ અને એક બાજુ જોગણીયા પર્વત પર જોગેણેશ્વર મહાદેવ અને જટાશંકર મહાદેવ બિરાજમાન છે. આ દરેક જગ્યાઓ પર રવિવારથી પ્રારંભ થઇ રહેલી નવરાત્રી માટે તૈયારીઓ પૂરી થઇ ગઇ છે. પથ્થર ચટ્ટીની પ્રખ્યાત જગ્યામાં શ્રી તિરૂપતી બાલાજી (વિષ્ણુભગવાન)ના સ્વરૂપની નિશ્રામાં તેમના મહંતશ્રી હરીભાઇ તથા હિતેષભાઇ, ગાયત્રી મંદિરના ટ્રસ્ટીશ્રી નાગાબાપુ વાળા, શ્રી યોગીભાઇ પઢીયાર તેમજ શ્રી માવસિંહ બારડ, શ્રી જયકાંતભાઇ રાવલ, શ્રી નિકુંજભાઇ ભટ્ટ સહિતના સાધકો ઘણા વર્ષોથી ત્યાં પહોંચીને મા નુ અનુષ્ઠાન કરે છે. જૂનાગઢ શહેરમાં ભીડ ભંજન મહાદેવ મંદિર, વાઘેશ્ર્વરી મંદિર, ગાયત્રી શક્તિપીઠ, રામવાડી-2 ખાતે આવેલ સામવેદ સંસ્કૃત પાઠાશાળા વાળા શ્રી ચેતનભાઇ શાસ્ત્રી તથા તેમના શિષ્યો આ શ્રેષ્ઠ દિવસો હોઇ દરેક સાધકો નવેય દિવસોમાં માતાજીને ધુપ, દીપ, નૈવૈદ્ય, આરતી પ્રસાદ સાથે પૂજન કરે છે. નવાહન મંત્ર તેમજશ્રી દુર્ગાસપ્તસતી (ચંડીપાઠ)નું વંચાન, શ્રી સુકતના પાઠ કરે છે અને હવનાષ્ટમી એટલે કે આઠમના દિવસે માતાજીનો યજ્ઞ કરીને બીડુ હોમીને માં પાસે વિશ્વકલ્યાણની પ્રાર્થના કરે છે.