ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.14
જૂનાગઢ જિલ્લા સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ પ્રફુલભાઈ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ વિશેષ રુદ્રાભિષેકનું આયોજન તા.15 ઓગસ્ટના રોજ કરવામાં આવ્યું છે. ત્યારે શિવ પૂજન દર માસની શિવરાત્રી નિમિત્તે નિયમિત ક્રમથી કાર્યરત છે.તેના ભાગરૂપે પવિત્ર શ્રાવણ મહિના પર્વે વિશેષ રુદ્રાભિષેકનું આયોજન કરવામાં આવ્યું છે.
- Advertisement -
આ યોજન વડાલ પાસેના શ્રી આશાપુરી ધામ, કાથરોટા રોડ પર આવતીકાલે ગુરુવારના રોજ સાંજે 4 કલાકે રુદ્રાભિષેક શરુ કરવામાં આવશે આ રુદ્રાભિષેકના મુખ્ય અયજમાન પદે ચેતનાબેન ધિરેનભાઈ ઉદાણી, પુજાબેન હેમલભાઈ મહેતા મુંબઈ, હિતેન ભાઈ ઉદાણી પૂર્વ કોર્પોરેટર, જુનાગઢ તથા ઉદાણી પરિવાર દ્વારા રુદ્રાભિષેક યોજાશે જયારે આ ધાર્મિક પ્રસંગે સૌ શિવભક્ત અને સમસ્ત બ્રહ્મ સમાજ સહ પરિવાર ઉપસ્થિત રહેવા હાર્દિક નિમંત્રણ છે. તેમ મહામંત્રી કિરણભાઈ પુરોહિતની એક યાદીમાં જણાવાયું છે.અને આ પ્રસંગે મહા પ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું છે.