વડાપ્રધાન મોદી US યાત્રા દરમિયાન દુનિયાનાં સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કની મુલાકાત કરશે.
અમેરિકાની યાત્રા દરમિયાન PM મોદી આશરે 24 લોકોની મુલાકાત કરવાનાં છે. જેમાં નોબેલ પુરસ્કાર વિજેતા, અર્થશાસ્ત્રી, કલાકાર, વૈજ્ઞાનિક, વિદ્વાન, ઉદ્યમી, શિક્ષણશાસ્ત્રી અને સ્વાસ્થ્ય ક્ષેત્રનાં વિશેષજ્ઞ વગેરે શામેલ છે. એટલું જ નહીં PM મોદી ટેસ્લાનાં માલિક અને દુનિયાનાં સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કને પણ મળશે.
- Advertisement -
આ લોકોને મળશે વડાપ્રધાન મોદી
પોતાની અમેરિકાની યાત્રા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે ખાસ 24 લોકોની મુલાકાત કરશે તેમાં ટેસ્લાનાં સહ-સંસ્થાપક એલોન મસ્ક, એસ્ટ્રોફિઝિસિસ્ટ નીલ ડેગ્રસે ટાયસન, ગ્રેમી પુરસ્કાર વિજેતા ભારતીય-અમેરિકી ગાયક ફાલૂ ( ફાલ્ગુની શાહ) પણ સમાવિષ્ટ છે. આ સિવાય તે પૉલ રોમર, નિકોલસ નસીમ તાલેબ, રે ડાલિયો, જેફ સ્મિથ, માઈકલ ફ્રોમેન ડેનિયલ રસેલ, એલબ્રિજ કોલ્બી અને ડો. પીટર આગ્રે, ડો. સ્ટીફન ક્લાસ્કો અને ચંદ્રિકા ટંડનની પણ મુલાકાત લેશે.
During his visit to New York, USA, PM Narendra Modi will meet around 24 people, including Nobel laureates, economists, artists, scientists, scholars, entrepreneurs, academicians, health sector experts, and more.
PM will be meeting Tesla co-founder Elon Musk, Astrophysicist Neil… pic.twitter.com/BiIkofRjFd
- Advertisement -
— ANI (@ANI) June 20, 2023
શું છે વડાપ્રધાન મોદીનો કાર્યક્રમ ?
21 જૂનનાં ન્યૂયોર્ક સ્થિત સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સમારોહનું નેતૃત્વ કરશે. આ બાદ તેઓ વોશિંગ્ટન ડીસી જશે. ત્યાં વાઈટ હાઉસમાં તેમનું પારંપરિક સ્વાગત કરવામાં આવશે. ત્યારબાદ PM મોદી અમેરિકી રાષ્ટ્રપતિની મુલાકાત કરશે. વિદેશમંત્રાલયએ આપેલ માહિતી અનુસાર રાષ્ટ્રપતિ જો બાઈડન અને તેમની પત્ની 22 જૂનનાં સાંજે PM મોદીનાં સમ્માનમાં રાજકીય ડીનરની વ્યવસ્થા કરશે. આ બાદ PM મોદી સભાનાં સ્પીકર કેવિન મેકાર્થી અને સીનેટ સ્પીકર ચાર્લ્સ શૂમર સહિત અનેક સાંસદોનાં આમંત્રણ પર કોંગ્રેસનાં સંયુક્ત સત્રનું સંબોધન કરશે. 23 જૂનનાં અમેરિકાનાં ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ અને વિદેશમંત્રી એન્ટી બ્લિંકન લંચની વ્યવસ્થા કરશે. આ સિવાય પ્રધાનમંત્રી અનેક પ્રમુખ કંપનીઓનાં CEO સાથે પણ વાતચીત કરશે.