ભારતની સુરક્ષા એજન્સીઓ અને દિલ્હી પોલીસની સાથે અમેરિકાની CIA, બ્રિટનની MI-6 અને ચીનની MSS ટીમો પણ સુરક્ષા માટે તૈયાર રહેશે
દેશની રાજધાની દિલ્હીમાં 8 અને 9 સપ્ટેમ્બરે G20 કોન્ફરન્સ યોજાવાની છે. જેને લઈ સરકાર કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં વ્યસ્ત છે. વાત જાણે એમ છે કે, ભારતની સુરક્ષા એજન્સીઓ અને દિલ્હી પોલીસની સાથે-સાથે અમેરિકાની CIA, બ્રિટનની MI-6 અને ચીનની MSS ટીમો પણ સુરક્ષા માટે તૈયાર રહેશે. આવી સ્થિતિમાં દિલ્હીના રસ્તાઓ પર ત્રણ દિવસ સુધી લક્ઝરી વાહનો દોડશે.
- Advertisement -
G20 સમિટ માટે VIP મહેમાનોને લક્ઝરી કાર પ્રદાન કરનર હરમાન સિંહે એક ખાનગી મીડિયાને જણાવ્યું છે કે, તેઓ G20 દરમિયાન સરકારી એજન્સીઓ, કોર્પોરેટ અને દૂતાવાસોને લક્ઝરી કાર આપશે. આ લક્ઝરી કારોને G20 સમિટ માટે ખાસ જર્મનીથી આયાત કરવામાં આવી છે. તેમાંથી મર્સિડીઝ મેબેક સૌથી મોંઘી કાર છે. G20 માટે માત્ર મર્સિડીઝ જ નહીં પરંતુ દુનિયાભરની અન્ય મોંઘી કાર પણ આપવામાં આવી રહી છે. જેમાં BMW અને Audi સામેલ છે.
દરરોજ હજારોથી લાખો રૂપિયા સુધીનું ભાડું
હરમનદીપ સિંહના કહેવા પ્રમાણે આ લક્ઝરી કાર દરરોજ હજારોથી લાખો રૂપિયા સુધીના ભાવે ભાડે આપવામાં આવે છે. આ કાર તેમના રાઇડર્સને બિઝનેસ ક્લાસનો અનુભવ પ્રદાન કરે છે. આ કારોમાં VIP નંબર પ્લેટ હોય છે. આ નંબર પ્લેટો 000 શ્રેણીની છે.
NSG અને આર્મી સ્નાઈપર્સ હાઈ રાઈઝ ઈમારતોમાં તૈનાત રહેશે
G20 સમિટ પહેલા અમેરિકાની CIA, બ્રિટનની MI-6 અને ચીનની MSSની ટીમો દિલ્હીમાં પડાવ નાખશે. આગામી મહિને યોજાનારી G20 સમિટને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. G20 સમિટમાં આવનારા દેશોના વડાઓની સુરક્ષા માટે CIA, UKની MI-6 અને ચીનની MSS જેવી દેશોની એજન્સીઓ દિલ્હી આવવા લાગી છે. જી-20 સભ્ય દેશોના રાષ્ટ્રપતિ કે, વડાપ્રધાન જ્યાં રોકાશે તે દિલ્હીની હોટલોની સુરક્ષાની સાથે સાથે સ્થળ તરફ જતા તમામ માર્ગોની માહિતી પણ આ દેશોની સુરક્ષા એજન્સીઓ સાથે શેર કરવામાં આવી રહી છે.
- Advertisement -
STORY | G20 commemorative park in Delhi displays logo, flags of member nations
READ: https://t.co/8M9fsLDLt1#G20India #G20Summit
(PTI Photo) pic.twitter.com/7uG5XgRAZQ
— Press Trust of India (@PTI_News) August 29, 2023
સુરક્ષા એજન્સીઓની અનેક રાઉન્ડની બેઠકો
સૂત્રોના જણાવ્યા અનુસાર જી20 સમિટની સુરક્ષાને લઈને દિલ્હી પોલીસ, નેશનલ સિક્યોરિટી ગાર્ડ (NSG), અર્ધલશ્કરી દળો તેમજ આર્મી અધિકારીઓ સાથે અનેક રાઉન્ડની બેઠકો થઈ છે. માહિતી અનુસાર, G20 સમિટને ધ્યાનમાં રાખીને G20 સ્થળની સાથે દિલ્હીમાં કેટલીક ખાસ જગ્યાઓ પર એક ડઝનથી વધુ NSG ટીમો તૈનાત કરવામાં આવી રહી છે. દિલ્હી પોલીસની SWAT ટીમની સાથે અર્ધલશ્કરી દળોની ક્વિક રિએક્શન ટીમ (QRT)ની ઘણી ટીમો દિલ્હીની હોટલોની આસપાસ તૈનાત કરવામાં આવી રહી છે જ્યાં વિદેશી મહેમાનો રોકાશે.
દિલ્હી પર આકાશમાંથી નજર
સૂત્રોના જણાવ્યા પ્રમાણે દિલ્હી પર આકાશમાંથી નજર રાખવામાં આવશે. આ માટે વાયુસેના અને ભારતીય સેનાના હેલિકોપ્ટર સતત આકાશમાં ચક્કર લગાવશે. આ હેલિકોપ્ટરમાં આર્મી અને એનએસજી કમાન્ડો દરેક સમયે હાજર રહેશે. દુશ્મનના ડ્રોનના જોખમને ધ્યાનમાં રાખીને NSG ઘણી જગ્યાએ એન્ટી ડ્રોન સિસ્ટમ લગાવી રહી છે, જેથી દુશ્મનના કોઈપણ ષડયંત્રને નિષ્ફળ બનાવી શકાય. આ સાથે દિલ્હીની હાઈરાઈઝ ઈમારતો પર NSG અને આર્મીના સ્નાઈપર્સ તૈનાત કરવામાં આવશે.
વિદેશી મહેમાનો ક્યાં રોકાશે ?
અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક સહિત અન્ય મહેમાનોને રહેવા માટે હોટેલોની પસંદગી કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ બિડેન ITC મૌર્ય હોટેલના 14મા માળે સ્થિત પ્રેસિડેન્શિયલ સ્વીટમાં રોકાશે. આ હોટલ માટે લગભગ 400 રૂમ બુક કરવામાં આવ્યા છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ તાજ પેલેસ હોટેલમાં રોકાશે જ્યારે બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક શાંગરી-લા હોટેલમાં રોકાશે. જ્યારે ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન ક્લારિજ હોટલમાં રોકાશે, હોટેલ ઈમ્પીરીયલ ઓસ્ટ્રેલિયન PM એન્થોની અલ્બેનીઝ માટે બુક કરવામાં આવી છે.