4 ડિસેમ્બર સુધી ચાલશે કામગીરી: મતદારયાદીમાં પોતાનું નામ તથા 2002ની મતદારયાદી voters.eci.gov.in/ પર ચકાસી શકાશે
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.5
ભારતના ચૂંટણીપંચના આદેશ અનુસાર મોરબી જિલ્લાના 3 વિધાનસભા વિસ્તાર 65-મોરબી, 66-ટંકારા, 67-વાંકાનેરમાં તા.01/01/2026 ની લાયકાતની તારીખના સંદર્ભમાં ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (Special Intensive Revision-2026) જાહેર કરવામાં આવ્યો છે.જે કાર્યક્ર્મના Enumeration Form વાળા તબકકામાં મોરબી જિલ્લાના કુલ 891 મતદાન મથકોના બી.એલ.ઓ તા.04/11/2025 (મંગળવાર) થી 04/12/2025 (ગુરુવાર) સુધી હાઉસ ટુ હાઉસ મુલાકાત કરીને કુલ 850142 મતદારો પાસે ઊક્ષીળયફિશિંજ્ઞક્ષ ઋજ્ઞળિ (ગણતરી ફોર્મ-એન્યુમેરેશન ફોર્મ) આપવાની કામગીરી ગઈકાલ તા.04/11/2025 થી શરુ કરી દેવામાં આવી છે.
હાઉસ ટુ હાઉસ મુલાકાત દરમિયાન મતદારોએ કોઈ પણ પ્રકારના દસ્તાવેજ આપવાની જરૂર નથી. મતદારયાદીમાં પોતાનું નામ તથા 2002 ની મતદારયાદી voters.eci.gov.in/ પર ચકાસી શકાશે. મતદાર રજીસ્ટ્રેશન સંબધિત કોઈ પણ માહિતી/માર્ગદર્શન માટે 1950 હેલ્પલાઈન પર સંપર્ક કરવો અથવા મતદારો બી.એલ.ઓનો સંપર્ક કરી શકશે.
મોરબી જિલ્લાના નાગરીકોને મતદારયાદી સુધારણા કાર્યક્રમ દરમિયાન Enumeration Form ભરવા બુથ લેવલ ઓફિસરોને સહયોગ કરવા મોરબી જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
- Advertisement -



