13થી 18 ઓક્ટોબર દરમિયાન ડ્રાઈવમાં નોંધણીના નિયમોનું પાલન નહી કરનારાકુલ-2515 ભાડુઆતો કે માલિકો વિરૂધ્ધ પોલીસ દ્વારા કાયદેસર કાર્યવાહી કરાઇ
નોંધણી નહીં હોય તેમની સામે કરાશે કેસ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ, તા.22
ગુજરાતમાં પોલીસ દ્વારા આગામી 27મી ઓક્ટોબરથી ભાડૂઆત નોંધણી અંગે ખાસ ડ્રાઈવ હાથ ધરાશે. આ ઝુંબેશ દરમિયાન જે માલિકે તેમના ભાડૂઆતની નોંધણી નહીં કરાવી હોય તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. આ ઝુંબેશ પહેલા 13 થી 18 ઓક્ટોબર દરમિયાન હાથ ધરાઈ હતી. જેની સમયમર્યાદા વધારીને હવે 27 ઓક્ટોબરની કરવામાં આવી છે.
13થી 18 ઓક્ટોબર દરમિયાન ભાડૂઆત નોંધણી અંગે હાથ ધરાયેલ ખાસ ઝુંબેશમાં, રાજયમાં કુલ-30305 ભાડુઆતોને ચેક કરવામાં આવેલ છે. જેમાંથી નોંધણીના નિયમોનું પાલન નહી કરનારા કુલ-2515 ભાડુઆતો કે માલિકો વિરૂધ્ધ પોલીસ દ્વારા કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. જેમાં અમદાવાદ શહેર-121, સુરત શહેર-192, વડોદરા શહેર-112, રાજકોટ શહેર-90, અમદાવાદ રેન્જ-322, ગાંધીનગર રેન્જ-112, વડોદરા રેન્જ- 490, પંચમહાલ રેન્જ-101, સુરત રેન્જ-527, રાજકોટ રેન્જ-236, જુનાગઢ રેન્જ-37, ભાવનગર રેન્જ-10 અને સરહદી રેન્જ-165 ભાડુઆતો અને માલિકોનો સમાવેશ થાય છે.