માધાપર ચોકડીનું (કોળી ઠાકોર ચોક) નામકરણનું તમામ આગેવાનોનું સમર્થન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેરના કોળી સમાજમાં સૌ પ્રથમ દાંડીયારાસના આયોજનની શરૂઆત કરનાર સ્પંદન રાસોત્સવ છે. સતત 13 વર્ષથી સમસ્ત કોળી સમાજના ખેલૈયાઓ માટે રાસોત્સવનું આયોજન થાય છે. આ વર્ષે ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ દ્વારા સૌરાષ્ટ્રનું સૌથી વિશાળ આયોજન 150 ફૂટ રીંગ રોડ, શિતલ પાર્ક પાસે, જૈનવિઝન ગ્રાઉન્ડ ખાતે સ્પંદન રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આશરે સાત હજારથી વધુ ખેલૈયાઓ ઝૂમી ઉઠયા હતા.
- Advertisement -
સ્પંદન રાસોત્સવની શરૂઆત 2010થી સૌ પ્રથમ કરેલી હતી. સ્પંદન રાસોત્સવ ગ્રુપની પ્રેરણાથી રાજકોટમાં કોળી સેના રાસોત્સવ, કોળી ઠાકોર રાસોત્સવ, થનગનાટ રાસોત્સવ, શિવાજી સેના રાસોત્સવ, કોળી ઠાકોર સેના રાસોત્સવની આ સ્પંદન રાસોત્સવની પ્રેરણાથી કોળી સમાજની અનેક સંસ્થાઓ દ્વારા અલગ અલગ સ્થળે આયોજનો કરવામાં આવે છે. આ વર્ષે તમામ રાસોત્સવના આયોજકો સાથે મળીને તમામ આયોજનોમાં માધાપર ચોકડીનું (કોળી ઠાકોર ચોક) નામકરણ થાય તેના માટે સંયુક્ત સમર્થન જાહેર કરેલું હતું.
સ્પંદન રાસોત્સવ પ્રસંગે સમસ્ત કોળી સમાજના ઉદ્યોગપતિઓ, બિલ્ડરો, વેપારીઓ, વકીલો, શિક્ષકો, પોલીસ જવાનો, ઉચ્ચ કક્ષાના સરકારી અધિકારીઓ, રાજકીય મહાનુભાવો, વિવિધ ક્ષેત્રના સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ખેલૈયાઓને અનેક ઈનામો આપીને પ્રોત્સાહન કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા.