હવામાન ખાતાની સત્તાવાર જાહેરાત
બે દિવસ માછીમારોને ચેતવણી: 60 કિ.મી.ની ઝડપે પવન ફંકાશે
બંગાળની ખાડીમાં તા.11ના લો પ્રેશર સર્જાયા બાદ ચોમાસુ ગતી પકડશે
ખાસ-ખબર સંવાદદાતા
નૈઋત્યનું ચોમાસુ આગામી તારીખ 10 જુલાઈ થી ફરી સક્રિય થશે એવી સત્તાવાર જાહેરાત હવામાન ખાતા દ્રારા કરવામાં આવી છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આમ તો તારીખ 8 જુલાઈથી નૈઋત્યનું ચોમાસુ એકિટવેટ થશે પરંતુ તારીખ 10 જુલાઈથી એ વધુ મજબૂત બનશે અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ પંજાબ હરિયાણા રાજસ્થાન અને દિલ્હીના જે ભાગોમાં નૈઋત્યનું ચોમાસુ હજુ પહોંચ્યું નથી તેવા ભાગોને પણ આ વખતે આવરી લેવાશે.
દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં અને નોર્થ ઈસ્ટ અરબી સમુદ્રમાં આવતીકાલ તારીખ 7 થી તા.9 સુધી તોફાની પવન ફૂંકાશે અને તેની ઝડપ પ્રતિ કલાકના 40થી 50 કિલોમીટરની રહેશે અને અમુક તબક્કે તે વધીને 60 કિલોમીટર આસપાસ પહોંચી જશે તેમ હવામાન ખાતું જણાવે છે. ગુજરાતના દરિયાકાંઠા ઉપરાંત કર્ણાટક કેરલા લક્ષદ્રીપ, માલદીવના દરિયામાં પણ તોફાની પવનની શકયતા હોવાના કારણે માછીમારોને ગુજરાતના દરિયામાં અને ઓપન સીમાં ન જવા માટે ચેતવણી આપવામાં આવી છે.
- Advertisement -
હવામાન ખાતાના જણાવ્યા મુજબ સાઉથ ઈસ્ટ રાજસ્થાન વિદર્ભ ઓડિશા સહિત અનેક રાયોમાં સાયકલોનિક સરકયુલેશન છવાયા છે. તારીખ 11 જુલાઇના રોજ બંગાળની ખાડીમાં વેસ્ટ સેન્ટ્રલ દિશામાં અને તેને સંલ નોર્થવેસ્ટ દિશામાં મજબૂત લો-પ્રેસર ઉભું થઇ રહ્યું છે અને તેની અસરના ભાગપે દેશના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ આવશે રાજસ્થાન દિલ્હી અને કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારો ઉપરાંત તમિલનાડુમાં ચેન્નઈ સહિતના શહેરોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.


