- દક્ષિણ કોરિયાના લોકો અયોધ્યાને પોતાનું મોસાળ માને છે, અયોધ્યાનાં સિસ્ટર-સિટી કહેવાતાં શહેરની જયશંકરે મુલાકાત લીધી
ખાસ-ખબર સંવાદદાતા
અયોધ્યાને માત્ર નેપાળ સાથે જ સંબંધ નથી, પરંતુ દુનિયાના ઘણા દેશો સાથે સંબંધ છે. તે દેશો પૈકી એક છે, દક્ષિણ કોરિયા ભાગ્યે જ કોઇને માહિતી હશે કે દક્ષિણ કોરિયાનું નગર ગિમ્હે અયોધ્યાનું સીસ્ટર સીટી કહેવાય છે.
વિદેશ મંત્રી એસ.જયશંકર પ્રતિનિધિમંડળ સાથે અત્યારે દક્ષિણ કોરિયાની મુલાકાતે છે. તેઓ આ ગિમ્હે નગરની મુલાકાતે ગયા હતા. જ્યાં તેઓએ કહ્યું આ શહેર અને અયોધ્યા વચ્ચેના સંબંધો આપણી સમાન સાંસ્કૃતિક વિરાસત અને લોકો વચ્ચેના પારસ્પરિક સંબંધોનું પ્રમાણ છે.
- Advertisement -
આ ગિમ્હેનગર દક્ષિણ કોરિયાના પાટનગર સિયોલથી આશરે 330 કી.મી. દૂર દક્ષિણ પૂર્વમાં સમુદ્ર તટે રહેલું છે. પૌરાણિક કથા પ્રમાણે આશરે 2,000 વર્ષ પૂર્વે અયોધ્યાની એક યુવાન રાજકુમારી 4,500 કી.મી. જેટલો સમુદ્ર પાર કરી કોરિયા પહોંચી અને રાજા કિમ સુરો સાથે લગ્ન કર્યાં.
આ રાજાએ ઉત્તર કોરિયાના દેશમાં ’ગયા’ સામ્રાજ્યની સ્થાપના કરી. તેને પરણનાર એ અયોધ્યાની રાજકુમારીનું નામ સુરી-રત્ના હતું. તેનું કોરિયામાં નામ, રાણી હિયો-હ્યાંગ-ઑક રાખવામાં આવ્યું. આથી સુરીરત્નનાં સંતાનો તરીકે પોતાને માનવાવાળા આશરે 60 લાખ લોકો અયોધ્યાને પોતાનું મોસાળ માને છે.
જયશંકર દ.કોરિયાના વિદેશમંત્રી સાથેની મંત્રણા પછી ગિમ્હે નગર ગયા હતા. તેના મેયર હોંગ-તાએ-યોંગની સાથે ગિમ્હે નગરમાં ફર્યા પણ હતા. તે પછી તેઓએ એક્સ ઉપર પોસ્ટ કર્યો જેમાં લખ્યું હતું કે આજે ગિમ્હેના મેયરને મળીને ઘણો આનંદ થયો, ગિમ્હે અયોધ્યા સંપર્ક આપણી સમાન સંસ્કૃતિઓની વિરાસત છે, તેમજ લાંબા સમયથી ચાલતા પારસ્પરિક સંબંધોનું પ્રમાણ છે. તેઓ સાથે મેં ગિમ્હે સીટી સાથે, શૈક્ષણિક અને સાંસ્કૃતિક સહકાર વિષે પણ ચર્ચા કરી. દક્ષિણ કોરિયાના લોકો, અયોધ્યાને પોતાનું મોસાળ માને છે.