પહેલી ફિલ્મ વરુણ ધવન સાથે હશે
ખાસ-ખબર સંવાદદાતા
દક્ષિણની અભિનેત્રી કીર્તિ સુરેશ બોલીવૂડમાં ડેબ્યુ કરી રહી છે. તેની પહેલી ફિલ્મનો હિરો વરુણ ધવન હશે. તમિલ સિનેમાના ડાયરેકટર ક્લીસના દિગ્દર્શનમાં બનનારી આ ફિલ્મ એકશન એન્ટરટેનર હશે. આ ફિલ્મનું શૂટિંગ આવતા મહિને મુંબઇમાં શરૂૂ કરવામાં આવશે અને નવેમ્બરમાં શૂટિંગ પુરુ કરી દેવાની યોજના છે.
- Advertisement -
આ ફિલ્મને આવતા વરસે એટલે કે 2024માં 31 મેના રોજ રિલીઝ કરવાની તૈયારી છે. જોકે હજી સુધી આ ફિલ્મનું ટાઈટલ નક્કી કરાયું નથી. એક દાવા અનુસાર વરુણ ધવનની આ ફિલ્મ થલાપતિ વિજયની હિટ ફિલ્મ ’થેરી’ની હિંદી રીમેક છે. જેનું દિગ્દર્શન પણ એટલી કુમારનું હતું.