500 મીટરના ક્ષેત્રમાં પ્રદુષણનો ઉપાય, સુરક્ષા વ્યવસ્થા, એડ્રેસ સિસ્ટમ લાગુ
ખાસ-ખબર સંવાદદાતા
તાજમહલના 500 મીટરમાં માનક સંચાલક પ્રક્રિયા (એસઓપી) પર હાલ મંથન ચાલી રહ્યું છે, જેને ટુંક સમયમાં લાગુ કરવામાં આવશે. જે અંતર્ગત સ્મારક પર કોઈ ઈમરજન્સી સ્થિતિનો સામનો કરવા માટે ખાસ પ્રોજેકટ બનશે. તેમાં સુરક્ષા વ્યવસ્થા પર ખાસ ધ્યાન રાખીને રિસ્પોન્સ પર પણ નજર રાખવામાં આવશે. તેના માટે એક બુકલેટ તૈયાર કરવાના પણ આદેશ આપવામાં આવ્યા છે. તાજમહલ દેશના અતિ સંવેદનશીલ સ્મારકોમાં સામેલ છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર અહીં ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા લાગુ છે. અહીં યલો ઝોનમાં તાજ સુરક્ષા, રેડ ઝોનમાં સીઆઈએસએફ અને ત્રીજા પડમાં સ્થાનિક પોલીસ અલગથી રહે છે. પર્યટકોની સમસ્યાના ઉકેલ માટે પર્યટન પોલીસ સ્ટેશન અલગ છે. તેમ છતાં પણ પર્યટકો સાથે દુર્વ્યવહાર થઈ રહ્યા છે. સુરક્ષા વ્યવસ્થાનું દર ત્રણ મહિને એડીજી સુરક્ષા નિરીક્ષણ કરે છે. એસઓપીની મહત્વની વાત: વિભાગોની શું ભૂમિકા હોવી જોઈએ. ફેરિયાઓને કયાં સુધી મંજુરી મળે. 500 મીટરમાં પ્રદુષણનો ઉપાય સુરક્ષા વ્યવસ્થા કેવી હોવી જોઈએ. ઈમરજન્સી સ્થિતિમાં રિસ્પોન્સ ટાઈમ, પર્યટકોની ભીડ કેવી રીતે નિયંત્રીત થાય. ગાઈડોનું સંચાલન, વર્તાવ વગેરે. ત્રણ ગેટ પર પબ્લીક એડ્રેસ સીસ્ટમ લાગશે: એડીજી બી.કે.સિંહે નિર્દેશ આપ્યા હતા કે તાજ માટે એસઓપી છાપવામાં આવે, જેથી ખબર પડે કે તાજ ક્ષેત્રના કયા નિયમો છે, શું રાહતો છે.