ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેર મધ્યે ડો. યાજ્ઞિક રોડ ઉપર આવેલા સર્વેશ્ર્વર ચોકમાં સર્વેશ્ર્વર ચોક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે ભવ્યથી અતિભવ્ય ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે જેમાં શુક્રવારના રોજ સ્પેશ્યલ હોમ ફોમ બોયઝના દીકરાઓ અને સ્પેશ્યલ હોમ ફોર ગર્લ્સની દીકરીઓ તેમજ મંદબુદ્ધિના બાળકોને આરતી તથા દર્શન કરાવવામાં આવ્યા હતા તેમજ તેમને ટ્રસ્ટના કાર્યકરો દ્વારા પ્રસાદી તેમજ બેસાડીને જમણવાર કરવામાં આવેલો હતો જે અંગેનો તમામ સહયોગ પુજા પ્રિન્ટર્સના સ્વ. ભુપતસિંહ ભવાનસિંહ ચૌહાણના કુમારભાઈ ચૌહાણ દ્વારા આપવામાં આવેલો હતો.
ગણપતિ મહોત્સવની મહાઆરતીમાં રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા, દિપકભાઈ કારીયા, જનીશ અજમેરા તેમજ કાશ્મીરાબેન નથવાણી, નીતિનભાઈ નથવાણી, કશ્યપભાઈ શુક્લ, દેવાંગભાઈ માંકડ, મયુરભાઈ શાહ, કૌશીક ચાવડા, હીરેન ચંદારાણા તથા મુકેશભાઈ દોશી વગેરેએ પોતાના સહપરિવાર સાથે હાજર રહી મહાઆરતી કરી હતી.
- Advertisement -
આ મહોત્સવમાં અગ્રણી અશોકસિંહ વાઘેલા, મયુરસિંહ પરમાર, દિલીપભાઈ ખાચર, છત્રપાલસિંહ ઝાલાએ મિત્ર સર્કલ સાથે દર્શનનો લાભ લીધો હતો. અનાથ આશ્રમના બાળકો માટે ટ્રસ્ટ દ્વારા પપેટ શો તથા નાસિક ઢોલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરોક્ત મહોત્સવના છેલ્લા ત્રણ દિવસમાં વધુ ને વધુ લોકો દર્શન કરવા પધારે તે માટે આયોજકો દ્વારા આમંત્રણ પાઠવાયું છે.
સર્વેશ્ર્વર ચોક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગણપતિ મહોત્સવમાં દરરોજ સવારે 8-30 કલાકે મંગળાઆરતી, સાંજે 7-45 કલાકે મહાઆરતી તથા રાત્રે 12-00 કલાકે શયનઆરતી કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રસાદ ઘર બનાવવામાં આવ્યું છે, જેમાં દરેક દિવસ દરેક ભાવિકોને અલગ અલગ પ્રસાદ આપવામાં આવે છે. દરેક દિવસે 25000થી 30000 ભાવિકો દર્શનનો લાભ લે છે તથા પોતાની માનતા પૂરી કરે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સર્વેશ્ર્વર ચોક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રૂા. 50,00,000નો વિમો લેવામાં આવ્યો છે. તા. 15-9ના બ્લડ ડોનેશન કેમ્પ તથા સાંજે 5-00 કલાકે અન્નકૂટ દર્શન રાખવામાં આવેલા છે. તો રાજકોટની ધર્મપ્રેમી જનતાને સર્વેશ્ર્વર ચોક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આમંત્રણ પાઠવાયું છે. ગણપતિ મહોત્સવ તા. 17-9 સુધી ચાલશે તેમજ સરકારના નિયમો મુજબ 9 ફૂટની ઊંચાઈની ઈકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવવામાં આવી છે તથા વિસર્જન તા. 17-9ના રોજ પોલીસ કમિશનરની સૂચના અનુસાર આજી ડેમની બાજુમાં કરવામાં આવશે. આ મહોત્સવને સફળ બનાવવા સર્વેશ્ર્વર ચોક ચેરિટેબલ ટ્રસ્ટના તમામ સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે. ગણપતિ મહોત્સવને વધુમાં વધુ સફળ બનાવવા માટે સર્વેશ્ર્વર ચોક ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.