જૈન વિઝન અને વિશ્ર્વ વણિક સામાજિક સંગઠનના ગરબા એટલે શહેરનો શ્રેષ્ઠ રાસોત્સવ
લિજેન્ડરી ગઝલ ગાયક સ્વ. પંકજ ઉધાસના પરિવારજનો અને વજુભાઈ વાળાની વિશેષ ઉપસ્થિતિ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
નવલી નવરાત્રીના છ દિવસો જોશ અને ઉમંગભેર પસાર થઈ ગયા છે અને બુધવારે સાતમા નોરતે પણ ખેલૈયાઓનો ઉત્સાહ જેમનો તેમ છે. જૈન વિઝન અને વિશ્વ વણિક સામાજિક સંગઠન દ્વારા આયોજિત સોનમ- નવનાત રાસોત્સવને શહેરીજનોએ રાજકોટના શ્રેષ્ઠ ગરબાનું બિરુદ આપી જ દીધું છે અને ખેલૈયાઓ પણ આ બિરુદને રોજે રોજ સાર્થક કરી રહ્યા છે. જૈન સમાજની બહેનોને ગરબા રમતી જોઈને જાણે કે સાક્ષાત મા જગદંબા કુમકુમ પગલા સાથે ગરબા રમવા ઉતર્યા હોય તેવો માહોલ જોવા મળે છે.આ ગરબામાં નવનાત વણિક સમાજના સેકડો પરિવારો તો સહભાગી બન્યા જ છે પરંતુ રોજે રોજ વિવિધ ક્ષેત્રના મહાનુભાવો પણ આ ગરબાની રંગત નિહાળવા આવે છે.
- Advertisement -
છઠ્ઠા નોરતે આ કાર્યક્રમમાં આયોજકોના આમંત્રણ ને માન આપીને લિજેન્ડરી ગઝલ ગાયક પંકજ ઉધાસના પત્ની ફરીદા ઉધાસ અને બે પુત્રીઓ નાયબ ઉધાસ તથા રેવા ઉધાસ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ગરબા માણ્યા હતા.
આ ઉપરાંત કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા પણ ઉપસ્થિત રહ્યા હતા અને સંપૂર્ણ વ્યવસ્થા નિહાળી આયોજકોને અભિનંદન આપ્યા હતા.
આ ઉપરાંત જે મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા તેમાં સુગંધવીજી , લક્ષ્મણ ચાવડા, અરુણા ચાવડા, જૈન અગ્રણી અમીનેશ રૂપાણી, જાણીતા ઈ.અ રાહુલ મહેતા, ડો. હેમાંગ વસાવડા , શક્તિસિંહ અનીરૂધર્સિંહ જાડેજા બલવિરસિંહ ભરતસિંહ ગોહિલ , ઙ.ઉ. માલવિયા કોલેજ ના ટ્રસ્ટી ઘનશ્યામ હેરભા , જય ભાઈ ખારા, મધુરમ ક્લબ ના હર્ષદ રૂપારેલીયા, જિલ્લા ભાજપ ના રાજુ ધારૈયા, જાણીતા એડવોકેટ અંશ ભારદ્વાજ , સી. એચ. પટેલ, એડવોકેટ તેમજ દશા સોરઠયા વણિક બોર્ડિંગ ના ભુપતભાઈ ભૂપતાણી, દીકરા નું ઘર- ઢોલરા ના અનુપમ દોશી તથા નલિન તના , જૈન અગ્રણી શિરીષ બાટવિયા તથા કમલેશ મોદી, પંકજ શેઠ (ડિ એન ટી. કંપની વાળા ), નિરાલી પારેખ (આઝાદ સંદેશ)મિત્તલ વોરા (જર્નલિસ્ટ)ભાવના દોશી (જર્નલિસ્ટ), હિન્દુ જાગરણ મંચ ના વિક્રમ પરમાર, મંગેશ દેસાઈ, ચમન સિંધવ, દર્શન સિંધવ તેમજ સમીર શાહ, યોગીન છનીયારા (બાગેશ્વરધામ) મનીષ વિસાવાડિયા તથા દેવ ગજ્જર, સંદીપ કલ્યાણી, હસુભાઈ ગજેરા,કિશન ગજેરા, કે પી હરણ ળ, આશીષ મહેતા, અમિતભાઈ ભીંડે, દિપેનભાઈ ભગદેવ, તેમજ જૈન અગ્રણી અનીસભાઈ વાધર,, ધીરેન ભરવાડા, હેમલ મહેતા (સિધ્ધિ બિલ્ડર ) વગેરે મહાનુભાવો નો સમાવેશ થતો હતો.
આ નવરાત્રી મહોત્સવના અનેક આકર્ષણો છે. ખાસ કરીને 100000 વોટ ની અદભુત સાઉન્ડ સિસ્ટમ,થ્રિ- લેયર સિક્યુરિટી, વિશાળ ફ્રી પાર્કિંગ, એલઇડી ઉપર પ્રસારણ, રોજેરોજ અને ફાઇનલના દિવસે સ્કૂટર,બાઈક, સાઇકલ, ગોલ્ડ જ્વેલરી,ટીવી, એસી, વોશિંગ મશીન, મોબાઈલ અને ચાંદીના સિક્કા જેવા લાખેણા ઇનામો, જૈન ફૂડ કોર્ટ અને સંપૂર્ણપણે પારિવારિક માહોલ નો અનુભવ થઇ રહ્યો છે.
- Advertisement -
આ ગરબાને સફળ બનાવવા માટે ટીમ જૈન વિઝનનાં સંયોજક મિલન કોઠારી અને વિશ્વ વણિક સામાજિક સંગઠનનાં પ્રોજેક્ટ ચેરમેન સી.એમ.શેઠ જયેશ શાહ, સુનીલ શાહ, ભરત દોશી, અજીત જૈન, ગીરીશ મહેતા, મિતુલ વસા, સુનીલ કોઠારી, અખિલ શાહ, હેમલ મહેતા, નીલ મહેતા, રાજીવ ઘેલાણી, તુષાર પતીરા, નીતિન મહેતા, યોગેન દોશી, પરેશ દફતરી, નરેશ મહેતા, ધ્રુમીલ પારેખ, દીપક કોઠારી, પ્રતિક શાહ, કેતન દોશી, નીરવ મહેતા, હિમાંશુ પારેખ, જસ્મીન ધોળકિયા, હિતેશ દેસાઈ, આશિષ શાહ, આશિષ દોશી, નીલેશ તુરખીયા, યોગેશ શાહ, અમિત કોરડીયા, નિર્મલ શાહ, ધવલ મહેતા, મહેશ મણીયાર, ડો. દેવેન કોઠારી, પરાગ મહેતા, સંજય મહેતા, કેતન વખારિયા, જતીન કોઠારી, જય મહેતા, સુધીર પટેલ, દેવાંગ ખજુરીયા, મેહુલ કામદાર, ભરત વખારિયા, મુકેશ ધોળકિયા, ભાગ્યેશ વોરા, સુનીલ વોરા, અતુલભાઈ કોઠારી, જયેશભાઈ ધ્રુવ, અરવિંદભાઈ પાટડીયા,ભાયાભાઈ સાહોલીયા, અશ્વિનભાઈ પટેલ, લલિતભાઈ કુરાણી, કેતન મેસ્વાણી, નીતિનભાઈ માંડલિયા, વિશ્વાસભાઈ મહેતા, રોહન ધ્રુવ, અરવિંદભાઈ શેઠ, દીપકભાઈ કરચલીયા, રાજુ લોઢીયા, હસમુખભાઈ ધંધુકિયા, રસિકભાઈ પાનસુરીયા, કિશોરભાઈ વસાણી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.