વડાપ્રધાનના નિવાસે યુકે-ઈન્ડિયા વીકનું આયોજન
બોલીવુડની ફેશન આઈકોન ગણાતી સોનમકપુરને બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે વિશેષ આમંત્રણ પાઠવ્યુ છે. બ્રિટનનાં વડાપ્રધાનને સતાવાર નિવાસસ્થાને યુકે-ઈન્ડિયા વીકનું આયોજન કરાયું છે. ઈન્ડીયા ગ્લોબલ ફોરમ દ્વારા 26 થી 30 જુન દરમ્યાન લંડન ખાતે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જેમાં 28મીએ વડાપ્રધાનના નિવાસસ્થાને રિસેપ્શનનું આયોજન કરાયું છે.
- Advertisement -
બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકનાં યજમાનપદે રીસેપ્શન યોજાઈ રહ્યુ હોવાથી સોનમ કપુર પણ લંડન પહોંચી છે. 28મી જુને યોજાનારા રીસેપ્શનમાં સોનમ ભારતનું પ્રતિનિધિત્વ કરશે. અગાઉ કીંગ ચાર્લ્સનાં રાજયાભિષેકમાં પણ સોનમકપુરને વિશેષ આમંત્રણ અપાયું હતું. સોનમકપુર પોતે લંડનમાં મકાન ધરાવે છે અને ઘણા દિવસો ત્યાં રોકાતી હોય છે.
ઉલ્લેખનીય છે કે ભારત અને ઈંગ્લેન્ડનાં સંબંધો મજબુત બનાવવા અને બન્ને રાષ્ટ્રો વચ્ચે મહત્વના મુદા પર સહમતી સધાય તે માટે યુકે-ઈન્ડીયા વિકની આ પાંચમી સીઝન યોજાઈ રહી છે. સોશ્યલ મીડીયા અને સોશ્યલ ઈવેન્ટ દરમ્યાન ચર્ચામા રહેતી સોનમ કપુરે લાંબા સમય બાદ એકટીંગમાં કમબેકની તૈયારી કરી છે. સોનમ હવે ઓટીટીમાં ડેબ્યુ કરવાની છે. સોનમની પહેલી વેબ સીરીઝ બ્લાઈન્ડ 7 જુલાઈથી સ્ટ્રીમ થવાની છે. આ સીરીઝમાં પુરબ કોહલી, વિનય પાઠક અને લીલેટ દુબે પણ મહત્વના રોલમાં છે.