બોલીવુડની ફેશન કવીન ગણાતી અભિનેત્રી સોનમ કપૂર હવે લગ્ન બાદ સિલ્વર સ્ક્રીનથી બેશક તેણીએ દૂરી બનાવી લીધી છે. પરંતુ તેણી તેની ફેશન સેન્સ અને અટપટા નિવેદનોના લીધે હંમેશા સમારોમાં છવાયેલી જોવા મળે છે.
સ્ટોર લૉન્ચમાં હાજરી આપી: આનંદ આહુજાએ મુંબઈમાં પોતાનો નવો સ્ટોર શરૂ કર્યો છે. નવા સ્ટોરના લૉન્ચિંગ પ્રસંગે સોનમ કપૂર પતિ સાથે આવી હતી. સોનમ કપૂર વ્હાઇટ ટીશર્ટ તથા બ્લૂ પેન્ટસૂટમાં જોવા મળી હતી.
- Advertisement -

પ્રેગ્નન્ટ હોવાને કારણે સોનમ કપૂરે હાઇ હિલને બદલે વ્હાઇટ સ્નીકર્સ પહેર્યા હતા. સોનમ અને પતિ આનંદ આહુજાએ બંને સ્નીકર્સ ફેશનના ખુબ મોટા ફેન છે. તેઓ હંમેશા તેમના ફેન્સ સાથે અવનવા સ્નીકર્સ પહેરીને પોસ્ટસ શેર કરતા રહે છે.

- Advertisement -
બોલીવુડની ‘ફેશોનિસ્ટા’ ગણાતી અભિનેત્રી સોનમ કપૂર આહુજા નજીકના ભવિષ્યમાં માતા બનવાની છે. તેણીએ પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા કરી હતી.

પતિ સાથે પોઝ આપ્યા: સોનમ તથા આનંદ આહુજાએ ફોટોગ્રાફર્સને પોઝ આપ્યા હતા. એક તસવીરમાં આનંદ પત્ની સોનમને કિસ કરતો જોવા મળ્યો હતો. સોનમ કપૂરના ચહેરા પર પ્રેગ્નન્સી ગ્લો જોવા મળ્યો હતો.
https://www.instagram.com/p/CbdAbGGltmb/
ગઈકાલે (23/03/2002)ના રોજ અભિનેત્રી સોનમ કપૂર તેના પતિ આનંદ આહુજા સાથે એક મલ્ટી બ્રાન્ડઝ સ્નિકર્સના સ્ટોર ઓપનિંગમાં મુંબઈ ખાતે સ્પોટ થઇ હતી. સોનમે તેની પ્રેગ્નન્સીની જાહેરાત કર્યા બાદ આ તેણીનો ફર્સ્ટ પબ્લિક અપિરિયન્સ હતો.

આ ઇવેન્ટમાં અભિનેત્રી હુમા કુરેશી પણ જોવા મળી હતી. આ ઇવેન્ટમાં સોનમ તેના ભાઈ હર્ષવર્ધન કપૂર અને પિતા અનિલ કપૂર સાથે પણ જોવા મળી હતી.
https://www.instagram.com/p/Cbc6sEtLCip/
અભિનેત્રી સોનમ કપૂર અને પતિ આનંદ આહુજા એ બોલીવુડના લોકપ્રિય સ્ટાર કપલમાંના એક ગણાય છે. આ ઇવેન્ટમાં બંનેએ એકબીજાનો હાથ પકડીને પાપારાઝી સામે આકર્ષક પોઝ આપ્યા હતા.

અમે તમને જણાવી દઈએ કે, પતિ આનંદ આહુજાએ સોનમને ગાલ પર કિસ પણ આપી હતી, જે પળ તેમના ચાહકોને ‘Aww Moment’ લાગી રહી છે.
https://www.instagram.com/p/CbcytsovNyJ/
અમે તમને જણાવી દઈએ કે, અભિનેત્રી સોનમ કપૂરની મોટી બહેન અને ફેશન ડિઝાઈનર રિયા કપૂરે તેના સોશિયલ મીડિયા પર નાની બહેનની આ ઇવેન્ટ લૂક માટેની તસવીરો શેર કરી હતી. સોનમે આ ક્યૂટ લૂક માટે બ્લ્યુ કલરના કો- ઓર્ડ બ્લેઝર સેટ્સ પર પસંદગી ઉતારી હતી. તેણીએ આ સિમ્પલ લૂક વેવી ઓપન હેરસ્ટાઇલ અને ન્યૂડ મેકઅપ કેરી કર્યો હતો.
https://www.instagram.com/p/Cbe9CQilX1I/
સોનમ કપૂરે તસવીર શૅર કરીને કહ્યું હતું, ‘ચાર હાથ, અમે તને ઉછેરવામાં શક્ય એટલું બેસ્ટ કરીશું, બે હૃદય. જે તારા દરેક પગલા પર એક સૂરમાં ધડકશે. એક પરિવાર તને પ્રેમ અને સપોર્ટ કરશે. તારા સ્વાગત માટે હવે રાહ જોઈ શકાતી નથી.’ સોનમ કપૂર ઓગસ્ટના ત્રીજા વીકમાં પહેલા બાળકને જન્મ આપશે. સોનમ કપૂરને હાલમાં પ્રેગ્નન્સીનો ચોથો મહિનો ચાલી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે સોનમ કપૂરે 2018માં બિઝનેસમેન આનંદ આહુજા સાથે લગ્ન કર્યા હતા. સોનમ કપૂર છેલ્લે ફિલ્મ ‘AK vs AK’માં જોવા મળી હતી. આ ફિલ્મમાં અનિલ કપૂર તથા અનુરાગ કશ્યપ લીડ રોલમાં હતા. આ ફિલ્મમાં સોનમ કપૂરનો કેમિયો હતો. આ પહેલાં અનિલ કપૂર તથા સોનમે ફિલ્મ ‘એક લડકી કો દેખા તો એસા લગા’માં કામ કર્યું હતું. સોનમ કપૂર હવે ‘બ્લાઇન્ડ’માં જોવા મળશે. આ ફિલ્મ કોરિયન ક્રાઇમ-થ્રિલરની હિંદી રિમેક છે. આ ફિલ્મને શોમ મખીજાએ ડિરેક્ટ કરી છે.


