શહેર એસઓજીએ બાતમી આધારે બેડી ચોકડી નજીક સફળ દરોડો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાયેલ આર્મ્સ એક્ટ ગુનામાં આરોપી હિતેશ ધામેલીયાનું નામ ખુલતા પોલીસે શોધખોળ હાથ ધરી હતી દરમિયાન આજ રોજ રાજકોટ શહેર જઘૠ પોલીસ ટિમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન મળેલ ચોક્કસ બાતમીના આધારે મોરબી રોડ પર બેડી ચોક નજીક ઓવરબ્રિજ નીચેથી આરોપી હિતેશ ધામેલીયાને ઝડપી તેની અંગ ઝડતી લેતા ગેરકાયદેસર રિવોલ્વર સાથે ઝડપાયો હતો જેથી તેની ધરપકડ કરી આજે ઝડપાયેલ રિવોલ્વર તેમજ અગાઉ આરોપી વિપુલ પાસેથી મળી આવેલ હથિયાર કોની પાસેથી કેટલા રૂપિયામાં લાવ્યો સહિતની દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.
- Advertisement -
રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગત 27 એપ્રિલના રોજ માયાણીનગર મેઈન રોડ પર વિશ્વનગર આવાસ યોજનાના ક્વાર્ટરમાં ભાડેથી રહેતા નામચીન શખસ વિપુલ પ્રવિણભાઈ બગથરીયા ઉં.30ને તેના ક્વાર્ટરમાંથી ગેરકાયદેસર દેશી બનાવટની પિસ્તોલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો આ ગેરકાયદેસર હથિયાર તેના મિત્ર નામચીન ડ્રગ પેડલર સુધા ધામેલીયાના પુત્ર હિતેશ ધામેલીયાને મારામારી થતા તેને આ હથિયાર સાચવવા માટે આપ્યું હોવાનું જણાવતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી.