મુખ્યમંત્રીને રૂબરૂ મળીને લેખિતમાં રજૂઆત કરી
ખાસ-ખબર સંવાદદાતા
ગીર-સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ સોમનાથ, વેરાવળ પાટણ ભીડીયાને સંયુક્ત નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજજો આપવાની માંગ સાથે ધારાસભ્યએ મુખ્યમંત્રીને રૂબરૂમાં મળીને રજૂઆત કરી છે.
ગીર-સોમનાથ જિલ્લાનું મુખ્ય મથક વેરાવળ શહેર છે અને વેરાવળ પાટણ ભીડીયા સંયુકત નગરપાલિકા આવેલ છે. ત્યારે વેરાવળ શહેરની આશરે દોઢ લાખની વસ્તી છે. તથા સમગ્ર વિશ્ર્વભરનું પ્રથમ જ્યોતિલીંગ પણ આવેલુ છે. જેના કારણે સમગ્ર દેશભર સહિતના સમગ્ર વિશ્ર્વમાંથી શ્રઘ્ધાળુઓ આવતા હોય છે ત્યારે જો મહાનગરપાલિકાનો દરજજો મળે તો વધુ સુવિધાનો લાભ પ્રવાસીઓને અને અહીંના લોકોને પણ મળી રહેશે. તેવી ધારાસભ્ય વિમલ ચુડાસમાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને રૂબરૂ મળીને લેખીતમાં રજૂઆત કરી છે.