ખાસ-ખબર સંવાદદાતા
સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાએ કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવને લેખિત રજૂઆત કરી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથથી આયોધ્યા સુધીની ટ્રેન શરૂ કરવા લેખિત રજૂઆત કરી સાથે તેને ચોરવાડ રોડ (ગડુ) ખાતે સ્ટોપેજ આપવા માંગ કરી છે જેથી સોમનાથ પંથક તેમજ સૌરાષ્ટ્ર વાસીઓને તેનો લાભ મળી શકે.ઉપરાંત ભાવનગર ડિવિઝન અને સંબંધિત વિભાગોને પણ તેની નકલ રવાના કરવામાં આવી છે.
સોમનાથના ધારાસભ્ય દ્વારા સોમનાથથી આયોધ્યા ટ્રેન શરૂ કરવા રેલવે મંત્રીને રજૂઆત
