ખાસ-ખબર સંવાદદાતા
પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ માસનો ભવ્ય શુભારંભ થયો છે. શ્રાવણના પ્રત્યેક દિવસે સોમનાથ મહાદેવને વિશેષ સાયમ શ્રૃંગાર કરવામાં આવે છે. જેનો લાભ લઈને દર્શનાર્થીઓ ધન્યતા અનુભવે છે.
શ્રાવણ શુક્લ દ્વિતીયાના અવસર પર સોમનાથ મહાદેવને શિવજીને સર્વાધિક પ્રિય એવા બિલ્વપત્ર નો શ્રૃંગાર કરવામાં આવ્યો હતો. મહાદેવના આ વિશેષ શ્રૃંગારમાં 1.25 લાખથી વધુ બિલ્વપત્ર ઉપયોગમાં લેવામાં આવ્યા હતા. ઉપરાંત શ્રૃંગારમાં ગુલાબ ગલગોટાના ફૂલોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. જ્યોતિર્લિંગ પર ચંદન અને ભસ્મ નો લેપ લગાવવામાં આવ્યો હતો જેના કેન્દ્રમાં ત્રીનેત્રધારી મહાદેવને ત્રણ બિલ્વપત્ર સુશોભિત કરવામાં આવ્યા હતા.અંદાજિત 4 કલાકની મેહનતથી શ્રી સોમનાથ ટ્રસ્ટના પૂજારી શ્રીઓએ સાથે મળી આ અલૌકિક શ્રૃંગાર તૈયાર કર્યો હતો.