ચીન સામે હવે નવી વ્યુહરચના : વિદેશમંત્રીનો સંકેત
વિદેશમંત્રીનું સૂચક વિધાન : અમેરિકાની બદલાયેલી વ્યુહરચના, ચીનના વધતા દબદબા સામે વિરોધ વિ. મુદ્દાઓને આવરી લીધા : ભારે ઉતેજના
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
અમેરિકામાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આગમન બાદ ઝડપથી બદલાઈ રહેલા જીયોપોલીટીકસમાં હવે આગામી સમયની સ્થિતિ અંગે ભારે અનિશ્ચિતતા છે. અમેરિકા-રશિયા જે રીતે યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવા માટે રીયાધમાં વાટાઘાટનો પ્રથમ રાઉન્ડ પુરો કરીને હવે ડોનાલ્ડ ટ્રમ્પ અને વ્લાદીમીર પુટીન વચ્ચે શિખર બેઠક યોજાય તેની રાહ છે.
હમાસ સાથે ઈઝરાયેલનું યુદ્ધ વિરામ કેટલુ ટકશે તે પણ પ્રશ્ર્ન છે તે વચ્ચે વિદેશમંત્રી શ્રી એસ.જયશંકરે એક રસપ્રદ વિધાનમાં એવું કહ્યું કે આગામી સમયમાં કંઈક મોટુ થવાનુ છે. તેઓએ એવું પણ કહ્યું કે હું એ કહી શકું તેમ નથી કે સારૂ બનવાનું છે કે, ખરાબ પણ કંઈક મોટુ બનવાનું છે તે નિશ્ચિત છે.
તેઓએ દિલ્હીમાં થિંકટેન્ક ઓબ્ઝર્વર રીસર્ચ ફાઉન્ડેશનના એક કાર્યક્રમમાં આ વિધાનો કર્યા હતા એ પણ સૂચક છે કે શ્રી જયશંકર હાલમાં જ અમેરિકાની મુલાકાત વડાપ્રધાન શ્રી મોદી સાથે હતા અને બાદમાં મ્યુનિચમાં તેઓ યુરોપીયન સંઘ- અમેરિકાની બેઠકમાં પણ હાજર રહ્યા હતા.
જયશંકરને આગામી બે વર્ષમાં દુનિયામાં બની શકતી ઘટનાઓ પર વિશ્લેષણ રજુ કર્યુ હતું. શ્રી જયશંકરના વિધાનો પરથી આગામી સમયમાં ચીન આસપાસ અમેરિકાનો કોઈ મોટો વ્યુહ હોય તેવા સંકેત છે.
- Advertisement -
તેઓએ કહ્યું કે, દુનિયામાં નિયમો આધારીત વ્યવસ્થા હોય અથવા બહુપક્ષીય સંગઠન હોય ચીન તેનો મોટો ફાયદો ઉઠાવી રહી છે. આ વાત પર અમો સહમત છીએ અને તેનો કોઈ ઉપાય હોવો જોઈએ તે પણ માનીએ છીએ. તેમાં બીજો વિકલ્પ સારો નથી પણ અમો એ વિચારીએ છીએ કે આખરે કરીએ તો શું કરીએ.
તેઓએ કહ્યું કે, મને એ આશ્ચર્ય છે કે ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે તેની પ્રથમ વિદેશનીતિની શરૂઆત ‘કવાડ’થી કરી છે. કવાડની સારી બાબત એ છે કે તેમાં કોઈ ખર્ચ નથી બધા તેમાં આવે છે. પોતાનો ખર્ચ કરે છે. આ એક વ્યવસ્થા છે. તેઓએ નાટો અને કવાડમાં આજ ફર્ક હોવાનુ જણાવ્યુ હતું. નાટોમાં ખર્ચના એક મોટો હિસ્સો અમેરિકા આપે છે જે તેનો પણ વાંધો છે તેથી કવાડ પર ફોકસ વધશે.