મંત્રાલયની વેબસાઇટ અનુસાર દેશવ્યાપી કોવિડ-19 વિરોધી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં લગભગ 220.66 કરોડ ડોઝ આપવામાં આવ્યા
ભારતમાં કોરોના કેસોમાં સતત વધારાને લઈ ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના ચેપના 7,178 નવા કેસ સામે આવ્યા છે. આના એક દિવસ પહેલા એટલે કે રવિવારે એક જ દિવસમાં કોવિડ-19 ના 10,112 નવા કેસ નોંધાયા હતા. મંત્રાલયની વેબસાઇટ અનુસાર દેશવ્યાપી કોવિડ-19 વિરોધી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં લગભગ 220.66 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.
- Advertisement -
COVID-19 | 7,178 new cases recorded in India in the last 24 hours; Active cases stand at 65,683
— ANI (@ANI) April 24, 2023
- Advertisement -
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનાં આંકડા મુજબ દેશમાં દૈનિક સકારાત્મકતા દર વધીને 9.16% અને સાપ્તાહિક હકારાત્મકતા દર 5.41% થઈ ગયો છે. આ સાથે અત્યાર સુધીમાં કુલ 92.54 કરોડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 78,342 કોરોના સંક્રમણના ટેસ્ટ કરવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 9,011 લોકો આ જીવલેણ વાયરસની પકડમાંથી બહાર આવ્યા છે.