ઢોલ નગારા સાથે વાજતે ગાજતે ગણપતી દાદા મૂર્તિની પધરામણી
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ આજે ગણેશ ચતુર્થિના દિવસથી સમગ્ર શહેરમાં 200 થી વધુ જગ્યાએ ગણપતી દાદાની પ્રતિમાનું સ્થાપના કરવામાં આવ્યુ છે. ત્યારે શહેરમાં સવારથી ઢોલનગારા અને ડીજેના તાલે ભકતોએ ગણેશ ભગવાનની પ્રતિમા સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. શહેરમાં આ વર્ષ માટીનાં ગણેશજીની પ્રતિમાનું ખુબ મોટા પાયે સ્થાપના કરવામાં આવ્યં છે. ત્યારે 11 દિવસ ચાલનાર ગણેશ મહોત્સવને ધામધુમ પુર્વક ઊજવણી કરવામાં આવશે. ત્યાર ગણેશજીની પ્રતિમાની વિર્સજન માટે મનપા દ્વારા ખાસ આયોજન કરવામાં અવ્યું છે. ભવનાથ તળેટી સ્થિત દુધેશ્ર્વરની જગ્યા પાસે કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યો છે. અહીં ગણેશજીપ્રતિમાનું વિર્સજન અપિલ કરાઇ છે. આજથી શહેરમાં દુંદાળા દેવને ભાવ પુર્વક રીતે શ્રઘ્ધાળુઓ અને ભાવિકો સ્થાપન સાથે આરતી અને પ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યુ છે. અને ગણેશ મહોત્સવની ધામધુમ પુર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સમગ્ર શહેર ગણેશમય બન્યું છે.
- Advertisement -
બચપન કા પ્યાર, બાલા ઓ બાલ જેવા ગીત વાગ્યાં
જૂનાગઢમાં વિધ્નહર્તાની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે. શહેરમાં ડીજેનાં તાલે પ્રતિમા લઇ જવામાં આવી હતી. કેટલીક જગ્યાએ ડીજેમાં બચપન કા પ્યાર, માટલા ઉપર માટલું, બાલા ઓ બાલ જેવા ગીત વાગ્યાં હતાં. આસ્થાનાં આ પર્વમાં ફિલ્મી ગીત વાગતા ધર્મપ્રેમી લોકોનાં મનમાં કચવાટ જોવા
મળ્યો હતો.