વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરે સૌરાષ્ટ્રમાં લોકસભા ચૂંટણી બંદોબસ્તમાં મુકાયેલ સી.આઇ.એફ.ટી પોલીસ જવાનો, અધિકારીઓની ટુકડીએ દર્શન અને મુલાકાત લીધી. એસ.પી. સુબ્રતા ઘોષ અને પી.આઇ ધ્રુવા રાય તથા 80 પોલીસ જવાનો સોમનાથ મંદિરે આવી પહોંચતા સોમનાથ મંદિર નાયબ પોલીસ અધિક્ષક ખટાણા, સોમનાથ મંદિર પી.આઇ. રાજપૂત, પી.એસ.આઇ રાવલ તથા સ્ટાફે તેઓનું ભાવભીનું સ્વાગત કરી આવકાર આપ્યો અને ગીર સોમનાથ પોલીસ વતી આતિથ્ય સત્કાર કરી દર્શન કરાવી સોમનાથ મંદિર વિશે ઇતિહાસની જાણકારી આપી સંતોષકારક મહેમાનગતિ કરી હતી.
સોમનાથ મહાદેવનાં દર્શનાર્થે CIFT ફોર્સના જવાનો
Follow US
Find US on Social Medias