ગત શનિવારે અહેવાલ પ્રસિદ્ધ થતા ઙૠટઈક તંત્રે કામગીરી આદરી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.9
ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામે મહાદેવભાઈની વાડીમાં બે વીજ પોલ વચ્ચે હેવી લાઇનનો વીજ વાયર લટકતા હોવાથી કોઈપણ સમયે મોટી દુર્ઘટના સર્જાય તે પ્રકારની સ્થિતિને લઈને અનેક વખત સ્થાનિક ખેડૂત દ્વારા આ મામલે પી.જી.વી.સી.એલ તંત્રને અનેક વખત રજૂઆત કરાઈ હતી જે બાદ પણ તંત્રે ધ્યાન નહિ આપતા ખેડૂતે પોતાની જાતે લાકડાના ટેકે વાયરો અધ્ધર કર્યા હતા જે બાદ ગત શનિવારે આ મામલે “ખાસ ખબર” દ્વારા એક અહેવાલ પણ પ્રસિદ્ધ કર્યો હતો જે અહેવાલને ધ્યાને લઇ પી.જી.વી.સી.એલ તંત્ર તુરંત હરકતમાં આવ્યું હતું અને તાત્કાલિક સોલડી ગામે જમીનને અડતા વીજ વાયરો અધ્ધર કરી કામગીરી આરંભી હતી. ત્યારે ખેડૂતોની અનેક રજૂઆત ધ્યાને નહિ લેનારું તંત્ર “ખાસ ખબર” એક અહેવાલથી સફાળું જાગ્યું હતું અને ખેડૂતોના પ્રશ્નો કાયમી ઉકેલ આવ્યો હતો.