વિજળીની બચત ઉપરાંત ગ્રાહકને મળતાં લાભોથી વિજ અધિકારીઓએ લોકોને અવગત કર્યા
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
તાલાલા તાલુકાનાં સૌથી મોટાં આંકોલવાડી ગીર તથા બોરવાવ ગીર અને ઘુંસિયા ગીર ગામે સોલાર યોજના જાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા જેના અંતર્ગત આંકોલવાડી ગીર ગામે ગ્રામ પંચાયત દ્વારા ટાઉન હોલ માં સરપંચ સેજલબેન વઘાસિયા નાં અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત નાયબ ઈજનેર હાર્દિકભાઈ સરવૈયા એ ગામના તમાંમ પરિવારો 100 ટકા સોલાર લગાવે તો ગ્રાહકોને આર્થિક બચતની સાથે દેશમાં વિજળીની પણ બચત થાય માટે મોડલ વિલેજના 100 ટકા લક્ષ્ય ને પૂર્ણ કરવા સહભાગી થવા ગ્રામજનોને અનુરોધ કર્યો હતો.ગ્રામ પંચાયત દ્વારા સોલાર યોજના થી લોકોને જાગૃત કરતાં નાટકનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં જીલ્લામાંથી રાજુભાઈ જોષીની ટીમ દ્વારા નાટક સ્વરૂપે સોલાર રૂફટોપ યોજનાના ફાયદા સમજાવવામાં આવ્યા હતા.
- Advertisement -
આ ઉપરાંત બોરવાવ ગીર અને ઘુંસિયા ગીર ગામે તાલાલા નાયબ ઈજનેર વી.કે.કટારીયા ની ઉપસ્થિતિમાં સોલાર યોજના જાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા.આ કાર્યક્રમમાં ઉપસ્થિત ગ્રામજનોને સોલાર યોજનાથી મળતા લાભોથી અવગત કરતા વીજ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ યોજનામાં જોડાનાર ગ્રાહકોને સરકાર તરફથી રૂ.78 હજાર સબસીડી આપવામાં આવે છે.આ યોજના 100 ટકા સફળ થવાથી ગ્રાહકોની આર્થિક ઉન્નતિ સાથે સાથે રાષ્ટ્રમાં વીજળીની ખાદ્ય પરિપૂર્ણ થશે પરિણામે રાષ્ટ્રનો પણ વિકાસ થશે.ત્રણેય ગામમાં યોજાયેલ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી સોલાર યોજનાને 100 ટકા સિધ્ધી અપાવવા સહભાગી થવા તત્પરતા બતાવી હતી.
ત્રણેય ગામમાં 382 સોલાર ગ્રાહકો:આગામી દિવસોમાં ગ્રાહકો વધશે
રાષ્ટ્ર ની ઉન્નતિ માટે મહત્વની સોલાર યોજનાને આગળ વધારવા તાલાલા પંથકના લોકો જાગૃત થઈ રહ્યાં છે.તાલાલા તાલુકાના સૌથી મોટાં આંકોલવાડી ગીર ગામના કુલ 1350 ગ્રાહકો પૈકી 108 ગ્રાહકોએ સોલાર લગાવેલ છે તેવી જ રીતે બોરવાવ ગીર ગામના કુલ 1102 ગ્રાહકો પૈકી 82,ઘુંસિયા ગીર ગામના 840 ગ્રાહકો પૈકી 32 ગ્રાહકોએ સોલાર યોજનામાં જોડાયા છે.સોલાર યોજનાનો વ્યાપ વધારી રાષ્ટ્રના વિકાસને વધુ વેગવંતો કરવા આગામી દિવસોમાં તાલાલા પંથકના અન્ય ગામોમાં પણ સોલાર યોજના જાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે તેમ વિજ અધિકારીઓએ જણાવ્યું હતું.



