સરકારી જમીનમાંથી VIL કંપની અને વરા ઈન્ફ્રા લાખો ટન માટી ચોરી રહી છે?
‘ખાસ-ખબર’ અને ખાણ-ખનીજ વિભાગનું સંયુક્ત ઓપરેશન
- Advertisement -
ખનીજ ચોરી કરતું એક હિટાચી પકડી પડાયું: માટી ભરેલો ટ્રક ફરાર
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ પાસે આવેલા માલિયાસણ ગામે સરકારી પડતર જમીનમાં માટી ચોરીના એક મસમોટા કૌભાંડનો ખાસ-ખબરની ટિમ પર્દાફાશ કરવામાં આવ્યો છે. ખાસ-ખબર દ્વારા માટી ચોરીના આ કૌભાંડની જાણ ખાણ-ખનીજ વિભાગને કરી ખનીજ માફિયાઓની ગેરરીતિને પકડી પાડવામાં આવી છે. છેલ્લાં કેટલાંક સમયથી માલિયાસણ ગામના વાડી-વિસ્તારમાં એક સરકારી પટમાંથી ખનીજ માફિયાઓ દ્વારા મોટાપાયે માટી ચોરી કરવામાં આવતી હોવાની જાણ ખાસ-ખબરને થતા ખાસ-ખબરની ટિમ આ સ્થળ પર રૂબરૂ તપાસ માટે પહોંચી હતી. જ્યાં મામલો ગડબડ લાગતા ખાસ-ખબરની ટિમે ખાણ-ખનીજ વિભાગને બોલાવ્યું હતું, ખાસ-ખબર અને ખાણ-ખનીજ વિભાગે તપાસ કરતા માટી ચોરીનું કૌભાંડ બહાર આવ્યું હતું. રાજકોટ નજીક સાત હનુમાન આગળ માલિયાસણ ગામ પાસે આવેલી ચાંદની લોજ પાછળ જેસીબી, હિટાચી, ટ્રેક્ટર અને ડમ્પરની મદદથી લાખો ટન માટી ચોરી કરવાનું કૌભાંડ ધમધમી રહ્યું હોય ખાસ-ખબર દ્વારા ખાણ-ખનીજ વિભાગને જાણ કરવામાં આવી હતી. ખાસ-ખબરની ટિમ સાથે ખાણ-ખનીજ વિભાગના અધિકારી ડી.એસ. જાડેજા માટી ચોરી થતા સ્થળે પહોચ્યા હતા અને પ્રાથમિક તપાસ કરી એક હિટાચી પકડી પાડ્યું હતું. અને એક માટી ભરેલી ટ્રક ફરાર થઈ ગઈ હતી. ત્યાં હાજર રહેલા લોકોને પૂછપરછ કરતા રોયલ્ટી ભર્યા વિના માટીની ચોરી થવાની ઘટના સામે આવતા હિટાચી સહિતની મશિનરી કુવાડવા પોલીસ સ્ટેશનમાં જમા કરી દેવામાં આવી છે. આ મશિનરી પકડાવવા બદલ કંપનીને 2 લાખનો દંડ પણ કરવામાં આવશે. ખાણ-ખનીજ વિભાગે જે સ્થળ પર માટી ચોરી થતી હતી તે જમીનની વધુ તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
માટી ચોરી અટકાવવા અને ખાણ-ખનીજ માફિયાઓને પકડવા વધુ તપાસ હાથ ધરાઈ
- Advertisement -
VIL કંપની દ્વારા માટી ચોરી?
રાજકોટના માલિયાસણ ગામ પાસે બની રહેલા હાઇવે-પુલ બનાવવા માટે ટઈંક નામની કંપની માટી ચોરી કરતી હોવાનું સ્થાનિક લોકોનું કહેવું છે. ટઈંક તેમજ વરા ઇન્ફ્રાના કોન્ટ્રાક્ટર માટી ચોરી સાથે રોયલ્ટી ચોરી કરી સરકારી તિજોરીને લાખો રૂપિયાનું નુકસાન પહોંચાડી રહ્યા છે એવું જાણવા મળી રહ્યું છે.