શ્યામાપ્રસાદ મુખર્જીનગર આવાસમાં રહેતાં આરોપી સોહિલનાં 8 દિવસના રીમાન્ડ મેળવતી ગાંધીગ્રામ-2 પોલીસ
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
ગાંધીગ્રામ-2 (યુનિ.) પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ શ્રી શ્યામાપ્રસાદ મુખર્જીનગર આવાસ યોજનામાં રહેતા શખ્સે ગઇ તા.20/02/2022 ના રોજ રહેવાસીઓના વ્હોટ્સએપ ગ્રુપ સપનો કા ઘર Dream Houseમાં લોકોની ધાર્મિક લાગણી દુભાય તે રીતે છત્રપતિ શિવાજી વિશે ગંદી કોમેન્ટ કરી તેમજ આ પાકિસ્તાન થઈ ગયું છે તમે હિન્દૂ ભાગી જાવ તેવું કહી ગાળા ગાળી કરી પોલીસ કમિશ્નરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કર્યો હોઈ જે અનુસંધાને પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કરવામાં આવેલ હતો. બાદ તુરત પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, સંયુકત પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી પી.કે.દિયોરા, એસીપી ડીવી.બસિયાની સુચના તેમજ માર્ગદર્શન મુજબ આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી.
બનાવવાળી સ્થાનીક જગ્યા રહેતા તેમજ બનાવને નજરે જોનાર સાહેદોના નિવેદન તેમજ ફરીયાદી દ્વારા રજુ કરવામાં આવેલ પુરાવા જે તપાસના કામે કબ્જે કરવામાં આવેલ હોય અને સદરહુ ગુન્હાની તપાસ દરમ્યાન મળી આવેલ પુરાવા આધાર સદરહુ બનાવ રાજદ્રોહ નો બનતો હોય જેથી આજ રોજ ઇપીકો કલમ 124(ક) રાજદ્રોહ નો ઉમેરો કરી આરોપીને આજરોજ કલાક 16/30 વાગ્યે ઇપીકો કલમ 124(ક) મુજબ આરોપી સોહીન ઉર્ફે સોહીલ હુશેનભાઇ મોર – મુસ્લીમ (ઉવ.43 ધંધો વકીલાત, રહે. શ્રી શ્યામાપ્રસાદ મુખર્જીનગર આવાસ કવાર્ટર, સી-વિંગ, ફ્લેટ નં.103, મુંજકા રાજકોટ) વિરુદ્ધ કાર્યવાહી કરી ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા 08 દિવસના રિમાન્ડ મંજૂર થતા વિશેષ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી પો .ઇન્સ. એ.એસ.ચાવડા, પીએસઆઇ આર.એચ. કોડીયાતર, એચ.પી.રવિયા, એ.એસ.આઇ. બળભદ્રસિંહ દશરથસિંહ, તથા પો.હેડ.કોન્સ. ગિરિરાજસિંહ સજજનસિંહ સહિતનાએ કરી છે.


