સોહિલ બ્લોચ એક વર્ષ પહેલા ગોંડલ પાસે આવેલ પડવલા ગામ માટે આશાપુરા માતાજીની સ્તુતિનું સ્વરાંકન આપ્યું હતું
ગુજરાતના 21 કલાકારોને સાથે લઇને નરસિંહ મહેતાનું ભજન વૈષ્ણવ જન તો તેને કહીએ રે અલગ રીતે રચનાત્મક ગીતની રચના કરનાર રાજકોટના મુસ્લિમ સંગીતકારે સોહિલ બ્લોચે પાકિસ્તાનના ખ્યાતનામ વાજીદ અલી તાફુને સાથે રાખીને મહાદેવજીનું ગીત તૈયાર કર્યુ છે.જે હવે લોન્ચ થશે. આ પહેલો કિસ્સો હશે કે, મહાદેવના ભજનને હિન્દુસ્તાન અને પાકિસ્તાનના મુસ્લિમ કલાકાર દ્વારા તૈયાર કરાયું છે. આ ભજનના ટ્રેકની સ્પીડ 138ના કારણે તેમને તબલાના તાલ માટે કોઇ ખાસ કલાકારની જરૂર હતી. પાકિસ્તાનના તબલાના ખ્યાતનામ કલાકાર જેને મોટાભાગના દરેક તબલાવાદક આઈડોલ માને છે એવા વાજીદ અલી તાફુનો સોશિયલ મીડિયા મારફત સંપર્ક કર્યો હતો અને તેને તુરંત જ આ ગીત માટે હા પડી હતી. આ મહાદેવની રચના ત્યાર કરી ઈ મેલના માધ્યમથી વાજીદ અલી તાફુને મોકલી હતી. ત્યાર બાદ તેને રીધમ આપતા આખું ભજન તૈયાર થયું છે. સંગીત અરબાઝ તાફુએ આપ્યું છે.
સોહિલ બ્લોચ એક વર્ષ પહેલા ગોંડલ પાસે આવેલ પડવલા ગામ માટે આશાપુરા માતાજીની સ્તુતિનું સ્વરાંકન આપ્યું હતું. જેમાં બોલિવૂડના ખ્યાતનામ કલાકાર ઉષા મંગેશકર અને અનુરાધા પૌંડવાલ પાસે પણ ગવડાવ્યું હતું. સોહિલ બ્લોચ રાજકોટ એસ.એન.કે શાળામાં મ્યુઝિક ટીચર તરીકે ફરજ બજાવે છે.તેઓને સંગીતનો વારસો પિતા યુસુફભાઇ એટલે કે (ઉર્ફે કમલભાઇ )તરફથી મળ્યો છે. સોહીલ બ્લોચ પિતાનો આ વારસો આગળ લઇ જવા માટે કટ્ટીબધ્ધ છે.
પાંચ વર્ષ પહેલા ગુજરાતના 21 કલાકારોને સાથે રાખી નરસિંહ મહેતાનું ભજન વૈષ્ણવ જણ તો તેને રે કહીયે… ને અલગ રીતે રચનાત્મક ઓપ આપ્યો હતો. યાસીન બ્લોચ પોતે મુસ્લિમ હોવા છતાં મહાદેવનને ખુબ માને છે.