કેમિકલ ચોરીના ગુનામાં વધુ નામ સામે આવે તેવી શક્યતા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.18
ધ્રાંગધ્રા પંથકના કંટાવા વિસ્તારની વાડી ખાતે સ્થાનિક પોલીસે 6 માર્ચના રોજ સાંજે દરોડો કરી 3.30 લાખ રૂપિયાના શંકાસ્પદ કેમિકલનો જથ્થો ઝડપી.લીધો હતો આ બાબતે સ્થાનિક તાલુકા પોલીસે વાડી ભાડાપેટે રાખનાર અને સ્થળ પર હાજર નહિ મળી આવેલ વિશાલસિંહ જાડેજા વિરુધ ગુન્હો નોંધ્યો હતો. આ તરફ સુરેન્દ્રનગર જિલ્લા એસ.ઓ.જી ટીમ દ્વારા કેમિકલ ચોરીના સૂત્રધાર વિશાલસિંહ જાડેજાને 16 માર્ચના રોજ મોડી સાંજે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી જોકે આ શંકાસ્પદ કેમિકલના જથ્થા મામલે વિશાલસિંહ જાડેજાનું માત્ર નામ હોય અને મુખ્ય સૂત્રધાર અગાઉ પણ કેમિકલ કાંડમાં સંડોવાયેલ શખ્સ હોવાની ચર્ચા ચો તરફ થઈ રહી છે.