પોલીસે જાહેરનામાનો ભંગ કરવા સબબ ફાર્મ હાઉસ સંચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
- Advertisement -
તાલાલા પંથકમાં ચાલતા ફાર્મ હાઉસોમાં એસ.ઓ.જી બ્રાંચે ચેકીંગ કરતા બોરવાવ ગીર ગામના ફાર્મ હાઉસમાં પથિક સોફ્ટવેર માં ટુરીસ્ટો ની રજીસ્ટર માં એન્ટ્રી કરેલ નહી હોવાની ગેરરીતિ બહાર આવતાં પોલીસે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.
દેશ-વિદેશમાંથી પ્રવાસીઓ સાસણગીર,સોમનાથ ફરવા અને દર્શનાર્થે આવે છે.આ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તથા ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા રીસોર્ટ,હોટલ,ફાર્મ હાઉસ,ગેસ્ટ હાઉસમાં રહેવા માટે આવતા પ્રવાસીઓના આધાર પુરાવા સહિતની સંપૂર્ણ વિગતની પથિક સોફ્ટવેર માં એન્ટ્રી કરવા ગીર સોમનાથ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડેલ છે.ગીર સોમનાથ જિલ્લા એસ.પી.જયદીપસિંહ જાડેજા નાં માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.બ્રાંચ ઇન્ચાર્જ પી.આઈ.ડી.એમ.કાગડા તથા પી.એસ.આઈ.આર.એચ.સુવા એ સ્ટાફ સાથે તાલાલા વિસ્તારમાં ફાર્મ હાઉસ,રીસોર્ટ,હોટલ,ગેસ્ટ હાઉસ ચેકીંગ કર્યું હતું.ચેકીંગ દરમ્યાન તાલાલા તાલુકાનાં બોરવાવ ગીર ગામે આવેલ વિરાયા ફાર્મ હાઉસમાં આવતા પ્રવાસીઓની પથિક સોફ્ટવેર માં એન્ટ્રી કર્યા વિના રૂમો રહેવા માટે આપેલ હોવાનું બહાર આવ્યું હતું.પોલીસે ફાર્મ હાઉસના સંચાલક વિજય માંડણભાઈ ઝાલા ઉ.વ.35 રે.ભોજદે ગીર વિરુદ્ધ જરૂરી ડોક્યુમેન્ટ સાથે પ્રવાસીઓની એન્ટ્રી નહીં કરી જાહેરનામાં નો ભંગ કરવા સબબ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.ગીર સોમનાથ જિલ્લા એસ.ઓ.જી.બ્રાંચની કાર્યવાહીથી ફાર્મ હાઉસ,રીસોર્ટ સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે.



