આંગડિયા પેઢીમાં CCTV રાખવા, કર્મચારીઓના બાયોડેટા રાખવા તેમજ રજિસ્ટર મેઈન્ટેન રાખવા સૂચના અપાઈ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ એસઓજી પોલીસ સ્ટેશન ખાતે આંગડીયા પેઢીઓના વેપારીઓ સાથે એસઓજી પોલીસ ઈન્સ્પેક્ટર જે.ડી.ઝાલાની અધ્યક્ષતામાં મિટીંગ યોજાઈ હતી. જેમાં આંગડીયા પેઢીના વેપારીઓને ચલણી નોટો દરેક મશીનમાં ચેક કરી લેતી દેતી કરવા, સી.સી.ટી.વી કેમેરા મેઇન્ટેઇન રાખવા, તમામ કર્મચારીઓના આઇ.ડી પ્રુફ વાળા બાયોડેટા રાખવા તેમજ મોટા વહીવટોના નાણાની લેતી દેતી અંગે કોઇ ચોક્કસ રજિસ્ટર નિભાવી માહિતી રાખવા સુચનાઓ અપાઈ હતી.