5 દિવસ સુધી ઓરડીમાં ગોંધી રાખનાર વૃદ્ધ વાડીમાલિક સૂર્યમુખી કાચબા સાથે ઝડપાયો
2 આરોપી 5 દિવસના રિમાન્ડ પર : પેંગોલિન એક રાતમાં હજારો કીડીઓ ખાઈ શકે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
વિશ્વમાં અતિ દુર્લભ ગણાતા પેંગોલિન (કીડીખાઉ)ની તસ્કરીનો પર્દાફાશ થયો છે. રાજકોટ જઘૠએ ગીર સોમનાથના ઘાંટવડ ગામમાં દરોડો પાડી એક ઓરડીમાં ગોંધી રખાયેલી પેંગોલિનને મુક્ત કરાવ્યું છે. આ પેંગોલિનને આરોપીઓ 22 કરોડ રૂપિયામાં વેચવાની ફિરાકમાં હતા ઝડપાયેલા બે આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા પાંચ દિવસના રિમાન્ડ મંજૂર થયા છે.
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના અઈઙ ભરત બસીયાએ જણાવ્યું હતું કે, ગત 24 ઓક્ટોબરના રોજ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી જગદીશ બાંગરવાને ગુપ્ત બાતમી મળી હતી કે, પેંગોલિન નામના દુર્લભ જીવને રાજકોટ લાવવામાં આવી રહ્યું છે. પેંગોલિન નામ અમારા માટે પણ નવું હતુ. જે બાદ વન વિભાગના અધિકારીઓને પૂછવામાં આવતા તેમને પણ આ પ્રકારની પ્રાણી જોયું ન હોવાનું જણાવ્યું હતુ. શરૂઆતમાં અમને એવું લાગ્યું કે કોઈ માણસ ચીટીંગ કરવા માટે અહીં આવતો હશે. પરંતુ વન્યજીવનના સંરક્ષણનો પ્રસંગ હોવાથી જઘૠ ઙઈં જાડેજા, પીએસઆઈ વી કે ઝાલા, રાજેશ બાળા, ઉપેન્દ્રસિંહ સહીતની ટીમે ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકાના ગાંગેથા ગામના બિજલ જીવાભાઈ સોલંકીને ઝડપી પાડ્યો હતો તેની પૂછતાછ કરતા પેંગોલીન ગીર સોમનાથ જીલ્લાના કોડીનાર તાલુકાના ઘાટવાડ ગામે રહેતા 28 વર્ષીય દીલીપ વિહાભાઇ મકવાણાએ દેવથાનીયા જંગલ વિસ્તારમાં આતુભાઇ લાલકીયાની વાડીમા આવેલ પડતર ઓરડીમાં ગોંધી રાખ્યુ હતુ. જેથી ટીમ દોડી ગઈ હતી અને પેંગોલીનનું રેસ્ક્યુ કરી દિલીપને ઝડપી લીધો હતો આ વન્ય જીવને કાયદેસરની કાર્યવાહી કરવા માટે જામવાડા રેન્જ ફોરેસ્ટ ઓફીસરને સોંપવામાં આવ્યુ હતુ. પોલીસે જીવીત કીડીખાવ અને 2 મોબાઈલ કબજે કર્યા હતા અને બંને આરોપી સામે 1927 કલમ-2(4), તથા વન્ય પ્રાણી સંરક્ષણની 1972 ની કલમ 2(1), 2(11), 2(14), 2(16), 2(33), 2(35), 2(36), 9, 39, 43, 49, 50, 51, 52, 55 અને 57 હેઠળ ગૂનો નોંધી બંનેના પાંચ દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી હતી. રાજકોટ એસઓજીની ટીમે ગાંગેથા અને ઘાંટવડના શખ્સોને ઝડપી લઇ ઘાંટવડથી પેંગોલિનને મુક્ત કરાવ્યા બાદ પાંચ દિવસથી જેણે પેંગોલિનને પોતાના કબજામાં રાખ્યું હતું અને તેને વેચવાનો કારસો રચ્યો હતો તે વાડી માલિક 70 વર્ષીય વૃદ્ધ આતુ લાલકિયાને ફોરેસ્ટની ટીમે રવિવારે ઝડપી લઇ તેની પાસેથી અતિ દુર્લભ સૂર્યમુખી કાચબો પણ કબજે કર્યો છે પેંગોલિન મુખ્યત્વે રાત્રિજીવી છે. તે દિવસ દરમિયાન પોતાની ખોળમાં એટલે કે ગુફામાં આરામ કરે છે અને રાત્રે ખોરાક શોધવા બહાર નીકળે છે. તેનો મુખ્ય આહાર કીડીઓ અને જીવજંતુઓ છે પેંગોલિનને દાંત નથી હોતા. પરંતુ તેની લાંબી અને ચીકણી જીભ તેને કીડીઓ તથા જીવજંતુને તેમના દરમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે. એક પેંગોલિન એક રાતમાં હજારો કીડીઓ ખાઈ શકે છે.
પેંગોલિન મુખ્યત્વે એશિયા અને આફ્રિકાનાં જંગલોમાં જોવા મળે છે
પેંગોલિન એક અતિ દુર્લભ અને અનોખું પ્રાણી છે, જેને સ્કેલી ઍન્ટઈટર તરીકે પણ ઓળખવામાં આવે છે. પેંગોલિનના શરીર પર કઠણ સ્કેલ્સ જેવું આવરણ હોય છે. આ સ્કેલ્સ તેને શત્રુઓથી રક્ષણ આપે છે. પેંગોલિન મુખ્યત્વે એશિયા અને આફ્રિકાનાં જંગલોમાં જોવા મળે છે.પેંગોલિનનું શરીર લાંબું અને પૂંછડી મજબૂત હોય છે. તેનું કદ 30 સેમીથી લઈને 1 મીટર સુધીનું હોઈ શકે છે. તેના શરીર પર રહેલા સ્કેલ્સ કેરેટિનથી બનેલા હોય છે, જે આપણા નખ અને વાળમાં પણ હોય છે જ્યારે પેંગોલિનને જોખમ થાય છે ત્યારે તે પોતાનું શરીર ગોળ કરીને બોલ જેવું બની જાય છે. જેથી શત્રુઓ તેને નુકસાન ન પહોંચાડી શકે.
- Advertisement -
વિશ્ર્વમાં કુલ 8 પ્રજાતિના પેંગોલિન
વિશ્ર્વમાં કુલ 8 પ્રજાતિના પેંગોલિન જોવા મળે છે, જેમાંથી 4 એશિયામાં અને 4 આફ્રિકામાં જોવા મળે છે. ભારતમા મુખ્યત્વે ઇન્ડિયન પેંગોલિન જોવા મળે છે. દુર્ભાગ્યવશ, પેંગોલિન આજે વિશ્વના સૌથી વધુ તસ્કરી થનારાં પ્રાણીઓમાંનું એક છે. જેનું કારણ તેના સ્કેલ્સ છે. આ સ્કેલ્સનો ઉપયોગ દવાઓ બનાવવા તથા અન્ય કામો માટે કરવામાં આવે છે. આ કારણે તેની સંખ્યા ઝડપથી ઘટી રહી છે. પેંગોલિન પર્યાવરણ માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. તે જંતુઓની સંખ્યા નિયંત્રિત કરે છે અને જમીનને ઉપજાઉ રાખવામાં મદદરૂપ બને છે.



