ખાસ-ખબર સંવાદદાતા
સુરેન્દ્રનગર સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના દારૂના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને મોરબી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર સીટી એ ડિવિઝન પોલીસ મથકના દારૂના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી શાહરુખ દિલાવરભાઈ મુલતાની (રહે. મોરબી વિસીપરા તેમજ હળવદ ભવાનીનગર) મોરબીના જુના બસસ્ટેન્ડ નજીક આવ્યો હોવાની બાતમીને આધારે મોરબી એસઓજી ટીમે આરોપી શાહરૂખને જુના બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી પાડીને આગળની કાર્યવાહી અર્થે મોરબી સીટી એ ડિવિઝન પોલીસના હવાલે કર્યો હતો.
સુરેન્દ્રનગરના દારૂના ગુનામાં ફરાર આરોપીને મોરબીથી ઝડપી લેતી SOG
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2023/02/surendranagar-daru.jpeg)