તહેવારો દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવો ન બને તે હેતુસર પરપ્રાંતિય મજૂરો અને અસામાજિક તત્ત્વો વિરુદ્ધ લાલ આંખ કરતી SOGની ટીમ
રાજકોટ શહેરમાં પરપ્રાંતિય કામદારોની યાદી અને ઓળખપત્ર આપવાની ઝુંબેશ એસ.ઓ.જી. પી.આઈ. કૈલા અને પી.એસ.આઈ. એમ. જે. આહિરની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી.
- Advertisement -
આ ઝુંબેશમાં શહેરના સોનીબજાર, રામનાથપરા, કરણપરા સહિતના વિસ્તારોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. શ્રાવણ મહિનામાં જન્માષ્ટમી સહિતના તહેવારો આવતા હોય જે તહેવારો શાંતિપૂર્ણ રીતે અને શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવો ન બને તે માટે શહેરના એ ડીવીઝન, બી ડીવીઝન, ભક્તિનગર, માલવિયા અને યુનિ. પોલીસ મથકના અલગ-અલગ વિસ્તારોમાં પરપ્રાંતિય મજૂરો તથા અસામાજિક તત્ત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. મકાન, દુકાન અને કારખાનાઓમાં પરપ્રાંતિયોને કામે રાખી પોલીસમાં જાણ ન કરનારાઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.