ગુજરાત ફૂડ્સ નામની ફેક્ટરીમાંથી 800 કિલો નકલી પનીર ઝડપાયું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં અસલી નકલીની ભરમાર વચ્ચે વધુ એક નકલી પનીર બનાવતી ફેક્ટરીનો પોલીસે પર્દાફાશ કાર્યો છે શીતલ પાર્ક પાસે આવેલ ગુજરાત ફૂડ્સ નામની ફેક્ટરીમાં એસઓજીએ દરોડો પાડી 800 કિલો નકલી પનીર ઝડપી પાડ્યું છે તેમજ સાધન સામગ્રી પણ કબ્જે લીધા છે. રાજકોટ શહેરમાં લોકોના આરોગય સાથે ચેડાં કરતા એકમો ઉપર ધોસ બોલાવવાની પોલીસ કમિશ્નર બ્રજેસ ઝાની સૂચના અને એસિપી ક્રાઇમ બી બી બસીયાના માર્ગદર્શન હેઠળ એસઓજી પીઆઇ એસ એમ જાડેજા અને ટિમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન સ્ટાફને મળેલી બાતમી આધારે શીતલ પાર્ક ચોકડી પાસે આવેલ ગુજરાત ફૂડ્સ નામની ફેક્ટરીમાં દરોડો પાડી નકલી પનીરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો પોલીસે 800 કિલો નકલી પનીર પકડી પાડ્યું હતું આ ઉપરાંત સાધન સામગ્રી, દૂધ, પનીર બનાવવામાં ઉપયોગમાં લેવાતા કેમિકલ સહીતની સામગ્રી કબ્જે લઈ આરોગય શાખાને જાણ કરી તેમની પણ મદદ લીધી હતી કેટલા સમયથી આ ફેક્ટરી ચાલતી હતી તે સહિતના મુદે તપાસ હાથ ધરી છે.