15 વર્ષ પૂર્વે બોસિરહાટ બોર્ડરથી મુંબઈમાં ઘૂસી હતી
બે વખત લગ્ન કર્યા અને તલાક થયા : દેહ વ્યાપાર કરાવતી હતી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ જીલ્લામાં ગેરકાયદે રહેતા પરપ્રાંતિયોને શોધી કાઢવા એસપીની સુચના અન્વયે એસઓજીની ટીમે જેતપુર બળદેવધારમાં 8 વર્ષથી રહેતી બાંગ્લાદેશી મહિલાને ઝડપી લીધી છે પ્રાથમિક તપાસમાં 15 વર્ષ પૂર્વે બોસિરહાટ બોર્ડરથી મુંબઈમાં ઘૂસી હોવાનું અને બે વખત તલાક થઇ ગયા હોય પૂત્ર વતન રહેતો હોવાનું જાણવા મળ્યું છે.
રાજકોટ જીલ્લામાં પરપ્રાંતિયોને શોધી કાઢવા એસપી હિમકરસિહની સુચના અન્વયે એસઓજી પીઆઈ એફએ પારગી અને ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફને મળેલી બાતમી આધારે નવાગઢ જેતપુરના બળદેવધાર વિસ્તારમાં દરોડો પાડી ગેરકાયદે રહેતી બાંગ્લાદેશના જશોર ગામની હલીમા બેગમ મોહબર શેખ ઉ.40ને ઝડપી લીધી હતી પ્રાથમિક પૂછતાછમાં તેણી 15 વર્ષ પૂર્વે બોસિરહાટ બોર્ડરથી મુંબઈમાં ઘૂસી હતી ત્યાં સાત વર્ષ સુધી આવજા કરતી હતી પાંચ વર્ષ પૂર્વે પણ વતનમાં ગઈ હતી તેણે પહેલા લગ્ન બાંગ્લાદેશમાં રહેતા મોહમદ અલી ચૌધરી સાથે કર્યા હતા અને બીજા લગ્ન મુંબઈના સલીમ મુજામ શેખ સાથે કર્યા હતા જો કે બંને સાથે તલાક થઇ ગયા છે મહિલાનો 22 વર્ષનો દીકરો નિશાન વતનમાં રહેતો હોવાનું જાણવા મળ્યું છે તેણી અહીં રેહાના મુજામ શેખના નામે નામ બદલાવીને રહેતી હતી જેતપુર સીટી પીઆઈ વી એમ ડોડીયાએ વધુ પૂછતાછ હાથ ધરી છે મહિલા અહીં દેહ વેપાર કરાવતી હોવાનું પણ જાણવા મળ્યું છે.