પડીકી બનાવી વેચતો હતો: રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેર એસઓજીએ વધુ એક માદક પદાર્થની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે સે નો ટુ ડ્રગ્સ ઝુંબેશ હેઠળ એસઓજી પીઆઇ એસ એમ જાડેજા અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે બાતમી આધારે શિવપરામાં દરોડો પાડી ઇરફાન ઉર્ફ રોમીયાને માદક પદાર્થ સાથે પકડી લીધો હતો.
- Advertisement -
એફએસએલ અધિકારીએ આ પદાર્થ એમડી હોવાનું પ્રાથમિક પરિક્ષણ કર્યુ હતું. રૈયા રોડ બ્રહ્મસમાજ ચોક પાસે દરજી સમાજની વાડી સામે શિવપરામાં રહેતાં ઇરફાન ઉર્ફ રોમીયો હનીફભાઇ ચાનીયા ઉ.32ને 1,32,600ના 13.260 ગ્રામ એમડી ડ્રગ સાથે પકડી લીધો છે. પોલીસે 2 મોબાઇલ ફોન, વજનકાંટો, આધારકાર્ડ, રોકડા 500 મળી 1,55,300નો મુદ્દામાલ કબ્જે કર્યો છે પડીકી બનાવી વેંચતો હોવાનું જાણવા મળ્યું છે આગળની તપાસ અર્થે ગાંધીગ્રામ પોલીસમાં ગુનો રજીસ્ટર કરાવી વધુ તપાસ ગાંધીગ્રામ પોલીસને સોંપી છે આ શખ્સ ક્યાંથી માદક પદાર્થ લાવ્યો હતો તે જાણવા રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.