ડીપફેક રોકવા માટે અઈં ક્ધટેન્ટ પર લેબલ લાગે: વડાપ્રધાન મોદી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાઈ રહેલી ‘ઈન્ડિયા અઈં ઈમ્પેક્ટ સમિટ 2026’નો આજે ચોથો દિવસ છે. આજના સત્રમાં ઙખ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ભવિષ્યની પેઢીઓ માટે યોગ્ય અઈં છોડવાની જવાબદારી આપણી છે. અઈંની ગતિ અને સ્કેલ અકલ્પનીય છે.
આપણે અઈંના ક્ષેત્રમાં મોટાં સપનાં જોવા જોઈએ, પરંતુ જવાબદારી સાથે. આપણે આપણી ભાવિ પેઢીઓ માટે કેવા પ્રકારનું અઈં છોડીને જઈ રહ્યા છીએ એ ધ્યાનમાં રાખવું જોઈએ અને હાલમાં આપણે અઈં સાથે શું કરી રહ્યા છીએ. આપણે ભૂતકાળમાં પરમાણુ વિનાશ જોયો છે, અને ઉકેલો પણ.
ડીપફેક અને ફેક ન્યૂઝના ભયને ધ્યાનમાં રાખીને મોદીએ સૂચન કર્યું કે જેમ ખાદ્ય પદાર્થો પર ‘ન્યૂટ્રિશન લેબલ’ હોય છે, એવી જ રીતે ડિજિટલ ક્ધટેન્ટ પર પણ સ્પષ્ટ લેબલ હોવું જોઈએ. આનાથી લોકો વાસ્તવિક શું સાચું છે અને અઈં દ્વારા શું બનાવવામાં આવ્યું છે એની વચ્ચેનો ફરક જાણી શકશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ડિજિટલ ક્ધટેન્ટ પર ઓથેંટિસિટી લેબલ હોવા જોઈએ, જેથી અસલી અને અને અઈં-જનરેટેડ ક્ધટેન્ટ વચ્ચેનો ફરક જાણી શકાય. વધુમાં, બાળકોની સલામતી માટે અઈં સ્પેસને ચાઈલ્ડ સેફ બનાવવું જરૂરી છે. જેમ સ્કૂલના અભ્યાસક્રમો પ્રમાણિત હોય છે, એવી જ રીતે અઈં સ્પેસ પણ બાળકો માટે સલામત હોવી જોઈએ.
મોદીએ કહ્યું, દુનિયામાં બે પ્રકારના લોકો હોય છે: એક એવા લોકો, જેઓ અઈંમાં ભય જુએ છે અને બીજા એવા લોકો, જેઓ એમાં ભાગ્ય જુએ છે. હું ગર્વથી કહું છું કે અમે ભય જોતા નથી. ભારત અઈંમાં ભાગ્ય જુએ છે, ભારત અઈંમાં ભવિષ્ય જુએ છે.
તેમણે અઈં સમિટમાં પોતાના ભાષણની શરૂઆતમાં કહ્યું, ‘શરૂઆતમાં નવી ટેકનોલોજી અંગે શંકા થાય છે, પરંતુ આ નવી પેઢી હવે જે રીતે અઈંનો ઉપયોગ કરી રહી છે એ અભૂતપૂર્વ છે.’
વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે આ સમિટમાં ભાગ લેનારા બધા લોકો અઈંને નવી ઊંચાઈઓ પર લઈ જઈ રહ્યા છે. શરૂઆતમાં કેટલાક લોકો આવી ટેકનોલોજી વિશે શંકાસ્પદ છે, પરંતુ આપણા યુવાનો જે રીતે એને અપનાવી રહ્યા છે અને એના પર અધિકાર જમાવી રહ્યા છે એ એક મોટું પગલું છે. અહીં દર્શાવેલા દરેક ઉકેલ, પછી ભલે તે કૃષિ હોય, શિક્ષણ હોય કે આરોગ્ય, ‘મેક ઇન ઇન્ડિયા’ની ભાવનાને દર્શાવે છે.
ફ્રાન્સના પ્રમુખે ભારતના ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના કર્યા ભારોભાર વખાણ
ઈન્ડિયા અઈં સમિટ દરમિયાન ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોને એક અત્યંત સંવેદનશીલ અને મહત્ત્વના મુદ્દે વૈશ્ર્વિક સ્તરે ભારતનો સાથ માંગ્યો છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરી છે કે ભારત પણ બાળકોને સોશિયલ મીડિયાના દુષ્પ્રભાવથી બચાવવા માટે ફ્રાન્સ જેવી કડક નીતિ અપનાવે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરતા ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોને જણાવ્યું કે, ‘ફ્રાન્સ 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાની પ્રક્રિયા શરૂ કરી રહ્યું છે. ગ્રીસ, સ્પેન અને અન્ય યુરોપિયન દેશો પણ આ પહેલમાં ભાગ લઈ રહ્યા છે, અને ભારત પણ તેમાં જોડાય તેવી અપેક્ષા છે. મને ખબર છે, વડાપ્રધાન મોદી તમે પણ આ પહેલમાં જોડાઓ છો. જો ભારત પણ બાળકો રક્ષણ માટેના આવા પગલામાં જોડાય તો તે ખૂબ જ સારા સમાચાર હશે. બાળકોનું રક્ષણ કરવું એ ફક્ત નિયમો બનાવવાની બાબત નથી, પરંતુ સભ્યતાની બાબત છે.’ ઓસ્ટ્રેલિયા પહેલા જ બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી ચૂક્યું છે. જો ભારત પણ ફ્રાન્સની આ પહેલમાં જોડાય છે, તો તે વિશ્ર્વના સૌથી મોટા યુવા વસ્તી ધરાવતા દેશમાં સોશિયલ મીડિયાના વપરાશમાં ક્રાંતિકારી ફેરફાર લાવી શકે છે. મેક્રોને વિશ્ર્વાસ વ્યક્ત કર્યો છે કે પીએમ મોદી પણ બાળ સુરક્ષાના આ મહત્ત્વના પગલામાં સહમત થશે. ફ્રાન્સના રાષ્ટ્રપતિએ ભારતના ડિજિટલ ઉત્ક્રાંતિની પ્રશંસા કરતા કહ્યું કે, ‘ભારતે એવું સિદ્ધ કર્યું છે જે વિશ્ર્વના અન્ય કોઈ દેશે કર્યું નથી. 1.4 બિલિયન લોકો માટે ડિજિટલ ઓળખ. એક ચુકવણી પ્રણાલી જે હવે દર મહિને 20 બિલિયલ ટ્રેન્જેક્શન પ્રોસેસ કરે છે. એક આરોગ્ય માળખા કે જેણે 500 મિલિયન ડિજિટલ આરોગ્ય ઈંઉ જાહેર કર્યા છે.’
- Advertisement -
અઈં નોકરીઓ છીનવશે નહીં, નવી તકો આપશે: મુકેશ અંબાણી
રિલાયન્સ ₹10 લાખ કરોડનું રોકાણ કરશે
મુકેશ અંબાણીએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ‘અમે સાબિત કરીશું કે અઈં નોકરીઓ છીનવી લેતું નથી, પરંતુ હાઈ સ્કિલવાળા કાર્ય માટે નવી તકો ઉભી કરે છે.’ તેમણે એમ પણ કહ્યું કે અઈંની કહાની તે વાતથી બદલાઈ ગઈ છે કે કોણ શ્રેષ્ઠ મોડેલ બનાવી શકે છે, તેના બદલે, હવે મુકાબલો એ છે કે ઉપયોગની ઝડપ અને સ્કેલ માટે સૌથી મજબૂત ઇકોસિસ્ટમ કોણ બનાવી શકે છે. તેથી, અમે ભારતીય કંપનીઓ, સંસ્થાઓ, સ્ટાર્ટઅપ્સ અને ઔદ્યોગિક જૂથો સાથે મજબુત ભાગીદારી કરીશું. અંબાણીએ જાહેરાત કરી કે જિયો અર્થતંત્રના દરેક ક્ષેત્રની સેવા કરીને ભારતને ઈન્ટેલિજન્સ યુગ સાથે જોડાશે. અંબાણીએ કહ્યું, અમે ઈન્ટેલિજન્સની કિંમતમાં પણ ભારે ઘટાડો કરીશું, જેમ અમે ડેટા પ્રાઇસિંગ સાથે કર્યું હતું. જિયો અને રિલાયન્સ મળીને આ વર્ષથી શરૂ કરીને આગામી સાત વર્ષમાં રૂ.10 લાખ કરોડથી વધુનું રોકાણ કરશે.



