પાટડીની અનેક સમસ્યા હોવા છતાં એકપણ પ્રશ્ર્ન રજૂ નહીં કરતા રોષ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
ગુજરાત વિધાનસભામાં હાલ ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે ત્યારે રાજ્યના દરેક ધારાસભ્યોને પોતાના મત વિસ્તાર અંગે પ્રશ્નો કરવાની અનુમતિ આપવામાં આવે છે તેવામાં પાટડી વિધાનસભાના ધારાસભ્ય પી.કે.પરમાર દ્વારા વિધાનસભામાં કરેલા પ્રશ્નો બાબતે સોશિયલ મીડિયા પર ભારે ઊહાપોહ સર્જાયો છે જેમાં ધારાસભ્ય પી.કે.પરમાર દ્વારા પોતાના પ્રશ્ન સાથે પાટડી વિધાનસભાને કોઈ લેવાદેવા ન હોય અને પાટડી વિધાનસભામાં જીઆઈડીસી, નગરપાલિકા ભરતી તથા પાક નુકશાની સહિતના અનેક સળગતા પ્રશ્નો હોય છતાં સ્થાનિક મતદારોને ફાયદો થાય તે પ્રકારનો એક પણ પ્રશ્ન વિધાનસભામાં નહીં રજૂ કરતા સ્થાનિકોએ ધારાસભ્ય પી.કે.પરમાર સામે બળાપો કાઢ્યો હતો.



