સોશ્યલ મીડીયા સહિતના ડીજીટલ મીડીયામાં કોઈ ઉત્પાદન લેવા કે પછી શેરબજાર સહિતની ટીપ્સમાં ઈન્ફલુએંસરના વધતા જતા પ્રભાવ તથા તેમાંથી કરાતી તગડી કમાણી પર હવે આવકવેરા વિભાગે ‘નજર’ કરી છે અને આ પ્રકારે 15 ઈન્ફલુએંસરને નોટીસ ફટકારી છે.
ખાસ કરીને આ પ્રકારે કોઈ ઉત્પાદન સેવા ખરીદવા માટે લોકો પર પ્રભાવ પાડીને તથા તેમાં જે તે કંપની પાસેથી જંગી નાણાકીય વળતર કે વિદેશમાં લકઝરી હોલીડે સહિતની સવલતો કોઈ પેમેન્ટ વગર કરાતા શોપીંગ પર હવે આ ઈન્ફલુએંસરને જવાબ આપવા નોટીસ અપાઈ છે. આ પ્રકારના ઈન્ફલુએંસર કોઈ સેલીબ્રીટી પણ હોઈ શકે છે અથવા તો કોઈ ‘એડવાઈઝર’ કે આર્ટીકલના સ્વરૂપમાં પણ ચોકકસ ઉત્પાદનો કે સેવાનો આડકતરો પ્રચાર કરીને તેમાં નાણા કપાયા છે.
- Advertisement -
ખાસ કરીને સોશ્યલ મીડીયામાં લાખો-ફોલોઅર્સ ધરાવતા આ તમામ યુ-ટયુબ ઈન્સ્ટાગ્રામ ટવીટર અને ફેસબુક સહિતના ડીજીટલ માધ્યમમાં પોષ્ટ કરીને ‘કમાણી’ કરે છે. જેમાં મુંબઈ સ્થિત ફેશન ઈન્ફલુએંસર એક જ પોષ્ટના રૂા.50000 થી રૂા.1 લાખ મેળવે છે. જેમાં તે ચોકકસ ડ્રેસ પહેરીને તેની તસ્વીર મુકે છે અને પછી તે ડિઝાઈનર કે તેનું ઉત્પાદન કરતી કંપનીનો આડકતરો પ્રચાર કરે છે અને તેમાં તેઓ આડકતરા-લાભો શોપીંગ-હોલીડે વિ. મેળવે છે. હાલ આ માર્કેટ રૂા.900 કરોડનું હોવાનો અંદાજ છે.