પહેલા ‘ઘર, ખોરાક, કપડાં’ આ ત્રણ જરૂરિયાત હતી હવે તેમાં સોશિયલ મીડિયા ઉમેરાયું
એકબીજાને મળે કે ન મળે, સોશિયલ મીડિયા સ્ટેટસ દ્વારા જ એકબીજાના જીવનમાં શું ચાલી છે તે જાણી શકાય છે
- Advertisement -
આજની ઝડપી અને ગતિશીલ જીવનશૈલીમાં, મિત્રો અથવા પ્રિયજનો સાથે સંપર્કમાં રહેવા માટે સોશિયલ મીડિયા એ એક સરસ માધ્યમ બન્યું છે. લોકોને એકબીજાને મળે કે ન મળે, સોશિયલ મીડિયા સ્ટેટસ દ્વારા જ એકબીજાના જીવનમાં શું ચાલી રહ્યું છે તે જાણી શકાય છે. પહેલા જીવનની ત્રણ મૂળભૂત કે પ્રાથમિક જરૂરિયાતો ‘ઘર, ખોરાક, કપડા’ હતી પરંતુ હવે તેમાં ચોથી સૌથી મહત્વની વસ્તુનો સમાવેશ કરી શકાય જે છે સોશિયલ મીડિયા. આપણે ખોરાક વિના જીવી શકીએ છીએ પણ તેના વિના જીવી શકતા નથી. આ વિશે મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની હિરપરા ધારાએ અધ્યાપક ડો. ધારા આર.દોશીના માર્ગદર્શનમાં 1440 લોકો પર સર્વે કર્યો જેમાં નીચે મુજબની માહિતી પ્રાપ્ત થઈ. 98 ટકા લોકોના મતે સોશિયલ મીડિયાથી બાળકોમાં અશ્લીલતા કે નિષેધક વર્તનનું પ્રમાણ વધ્યુ છે.
બાળકોને સોશિયલ મીડિયાથી દૂર રાખવા જરૂરી છે?
-જેમાં 90.7% લોકોએ હા જણાવી
યુવાનોમાં રિલ્સ કે વિડીયોના માધ્યમથી અશ્લીલતા વધી હોય તેવું અનુભવાય છે?
-જેમાં 92.6% લોકોએ હા જણાવી
સોશિયલ મીડિયા થકી નિષેધક માહિતી લોકો સુધી બહુ ફટાફટ પહોંચી જાય છે?
-જેમાં 100% લોકોએ હા જણાવી
સોશિયલ મીડિયામાં મુકાતા વિવિધ વિડીયોએ શીખવા કરતા અંગ પ્રદર્શનનું માધ્યમ બની જતું અનુભવાય છે?
-જેમાં 87% લોકોએ હા જણાવી
ફોલોઅર્સ અને લાઈક વધારવા અંગ પ્રદર્શનના ફોટો અને વિડીયો વધ્યા
સોશિયલ મીડિયામાં ઘણી વ્યક્તિ પોતાના ફોલોઅર્સ અને લાઈક વધારવા માટે અંગ પ્રદર્શનના ફોટો અને વિડીયો અપલોડ કરે છે. આવા ફોટો અને વિડીયોને જોઈને બાળકો અને યુવાનો પણ આવી પ્રવૃત્તિ કરવા પ્રેરાય છે. તેઓ પણ પોતાના ફોલોઅર્સ અને લાઈક ને વધારવા માટે અંગ પ્રદર્શન કરે છે. આધુનિક યુગમાં સમાજના લોકો ભારતીય સંસ્કૃતિ ભૂલીને વિદેશી સંસ્કૃતિ અપનાવતા થયા છે.
- Advertisement -
સોશિયલ મીડિયાના ઉપયોગને ઘટાડવાના ઉપાયો
-સોશિયલ મીડિયાના ઉપયોગની સમય મર્યાદા નક્કી કરવી
-સોશિયલ મીડિયામાં આવતા જાત પ્રદર્શનના ફોટો અને વિડીયોને સ્કીપ કરવા
-મોબાઇલમાં ઉપયોગી બાબતો જ જોવાનું નક્કી કરવું.
-પુસ્તકો, રમત ગમત અને સામસામેની ક્રિયા પ્રતિક્રિયા જેવી બાબતો વિકસાવવી.